ધરમપુર: સાંસદ સમયે પોતાની સત્તાના પાવરનો ઉપયોગ કરી શિર પડતર જમીનમાં આંબાવાડી બનાવી અને આજે એ જમીનને બચાવવા ખેડૂતોને સાથે લઈ ‘જે શિર પડતર જમીન ખેડૂત ખેડે એને આપી દેવાની માંગ’ સાથે ધરમપુર મામલતદારને સાંસદ કિશન પટેલ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હોવાની લોક ચર્ચા ઉઠી છે.
લોકોનું કહેવું છે કે વલસાડ-ડાંગના પૂર્વ સાંસદ કિશન પટેલ હાલમાં જ જે શિર પડતર જમીન આદિવાસી ખેડૂતોને ખેડી ખાવા માટે સરકાર દ્વારા આપવામાં આવી હતી તે જમીનો ખેડૂતોને કાયમી આપી દેવા માટે ધરમપુર મામલતદારને ખેડૂતોને સાથે રાખી આવેદનપત્ર આપ્યું હતું. ખૂબ સારી વાત છે જે જમીન વગરના ખેડૂતો કે ઓછી જમીનવાલા છે એમને શિર પડતર જમીનો મળે તો એમનું જીવનધોરણ સુધારી શકે અને ભવિષ્ય બેહેતર થાય.. પણ કોંગ્રેસ પક્ષના જ જૂના આગેવાનો જણાવે છે કે આ સાંસદની ચાલ છે જે એમણે શિરપડતર જમીનમાં આંબા વાડી બચાવવાની’ ગરીબ ખેડૂતોના ખાંધ પર બંદૂક મૂકી પૂર્વ સાંસદ પોતાની મિલકત બચાવવા માંગે છે. વહીવટીતંત્ર ખરેખર જે જમીન વગરના ખેડૂતો છે એમને શિરપડતર જમીન નામે કરી આપે પણ આ સાંસદે જે શિરપડતર જમીન પર કબજો કર્યો છે તે સરકાર પોતાના હસ્તક લઈ લે..
હાલમાં ગુજરાત કોંગ્રેસમાં પણ રાહુલ ગાંધી ધરખમ ફેરફાર કરી રહ્યા છે ત્યારે વર્ષોથી લોક સમસ્યાને વાચા આપવા ન નીકળેલા આ સાંસદ હવે પોતાની જમીન બચાવવા ખેડૂતોને સાથે રાખી પોતાનું શક્તિ [પ્રદર્શન કરી રહ્યા હોવાનું લોકો કહે છે. સાંસદના પાડોશી ગામ કરજવેરી ગામની શિર પડતર જમીન પર જ્યારે રાજચંદ્ર ટ્રસ્ટ યુનિ. બનાવી જમીન કબ્જે કરવાની વાત કરી રહ્યું હતું ત્યારે આ સાંસદ લોકો સાથે એક પણ દિવસ દેખાયા ન હતા.. અને હવે પોતાની આંબાવાડી બચાવવા નીકળી પડ્યા છે.. એમ લોકો ગુસ્સો ઠાલવી રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે વહીવટીતંત્ર શું પગલાં ભરે છે.
(ફિલ્ડવર્ક દરમિયાન કાંગવી ગામના ગ્રામજનો અને ધરમપુરના કોંગ્રેસનાં આગેવાનોના નિવેદનોમાઠી અહેવાલ)

