અંકલેશ્વર: જીઆઇડીસી અંકલેશ્વર ઉદ્યોગ નગર રેલ્વે પાટા પાસે શાંતિનગર 1 ખાતે રહેતા પ્રવીણ મંડલ ગત રોજ નાઈટ શિફ્ટ માં ગ્લેનમાર્ક કંપની માં જઈ રહ્યા હતા. ઉદ્યોગનગર રેલ્વે પાટા નજીક ઝાડી પાસે પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન અજાણ્યા 3 ઈસમો આવી તેમને ઉભા રાખ્યા હતા.
Decision News ને મળેલી માહિતી મુજબ ત્રણ ઈસમો એ તેને ઉભા રાખ્યા બાદ અચાનક જ ઢીકાપાટુનો માર મારવાની શરૂઆત કરી હતી. એક ઈસમ ચપ્પુ કાઢી બરડાના ભાગે ઘા કરી દીધો હતો તો અન્ય ઈસમે પથ્થર વડે માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી. જ્યાં પ્રવીણ મંડલ અને તેની સાથે રહેલા અંશુ ચોરસિયા બુમાબુમ કરતા અંશુ તિવારી ના પેટમાં પણ ચપ્પુ મારી દીધું હતું તો સુરેશ મોર્યા છોડાવવા પડતા પથ્થર મારો કર્યો હતો જેને લઇ અજાણ્યા ત્રણ ઈસમો સ્થળ પર થી ફરાર થઇ ગયા હતા.
જેમાં ઘવાયેલા ત્રણેવ ઈસમો સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા તો જીઆઇડીસી પોલીસ મથકે પ્રવીણ મંડલ દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ત્રણ અજાણ્યા હુમલાખોરોને ઝડપી પાડવાની કવાયત શરુ કરી હતી. અંકલેશ્વર અને રાજપીપળા વચ્ચે દોડતી બ્રોડગેજ ટ્રેન બંધ કરી દેવામાં આવ્યા બાદ રેલવે ટ્રેકસુમસાન બની ગયો છે. આ ટ્રેક પર અસમાજીક તત્વો અડિંગો જમાવી દેતા હોવાની પણ વ્યાપક ફરિયાદો ઉઠી છે. ત્યારે પોલીસ પેટ્રોલીંગ વધારે તે જરૂરી બની ગયું છે.

