કપરાડા: નારવડ (પલસુંડા ફ.)ગામના 50થી વધુ ઘરના 300થી વધુ લોકોને પીવાના પાણી માટે કરવો પડતો સંઘર્ષ કપરાડા તાલુકાના બોર્ડર વિલેજ ના ગામમાં પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ જોવા મળી રહી છે. કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું નારવડના પલસુંડા ફળિયાના લોકો ભર બપોરે અને સવારે 4 વાગ્યાથી પાણી ભરવા માટે લાઈન લગાવતા હોય છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર અહીં 50થી વધુ ઘરો આવેલા છે અને 300થી વધુ લોકો વસવાટ કરે છે. તેમના માટે અને અબોલ પશુઓ માટે પીવાના પાણી માટે ફક્ત ફળિયામાં આવેલા બે બોર પર નિર્ભર છે. એમા પણ અબોલ જીવોને પાણી પીવડાવવા માટે બોરિંગની બાજુમાં એક અવાડી બનાવવામાં આવી છે, જેમાં બોરિંગ માંથી પાણી ઉલેચી તેમ નાખવામાં આવે ત્યારે પાણી પીતા હોય છે. અમુક દિવસે પાણી ભરવાના મુદ્દે ઝગડાઓ પણ થાય છે એવું સ્થાનિક આગેવાન કહે છે.
વધુમાં અમુક ઘરોના પુરુષો કામ ધંધા છોડીને પાણી ભરતા જોવા મળ્યા. અહીં બીજી કોઈ પાણીની નારવડ ગામમાં પીવાના પાણીની વિકટ સ્થિતિ.વ્યવસ્થા ન હોવાથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. અહીંના લોકો પાણીની વ્યવસ્થા કરી આપે અથવા તો ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવે એવી માંગ કરી રહ્યા છે.











