સુરત: શહેરમાં આગામી બે દિવસ તાપમાન 39થી 40 ડિગ્રી આસપાસ રહેવાની સાથે ગરમીનું જોર રહેશે. હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ સુધી સુરત સહિતના દરિયાઇ કાંઠા વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે ત્યારબાદ ફરી ગરમીનો પારો ગગડીને 36 ડિગ્રીની આસપાસ રહેશે. છેલ્લા એકાદ સપ્તાહથી શહેરના તાપમાનમાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે.

આ અંગે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમવારે શહેરનું મહત્તમ તાપમાન 38 ડિગ્રી અને લઘુતમ તાપમાન 26.4 ડિગ્રી નોંધાયું હતું. ગઇકાલની સરખામણીમાં મહત્તમ તાપમાનમાં 3.4 ડિગ્રી અને લઘુતમ તાપમાનમાં 0.4 ડિગ્રીનો વધારો થયો હતો. 8 કિમીની ઝડપે દરિયાઇ પવન ફૂંકાયા હતા. આગામી 22 અને 23મીએ ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની આગાહી છે.

લઘુતમ તાપમાન અડધો ડિગ્રી વધીને 26.4 થતાં રાત્રે પણ ઉકળાટની સ્થિતિમહત્તમ તાપમાન 38 ડિગ્રી અને લઘુતમ તાપમાન 26.4 ડિગ્રી નોંધાયું હતું. Decision News ને મળેલી માહિતી મુજબ ગઇકાલની સરખામણીમાં મહત્તમ તાપમાનમાં 3.4 ડિગ્રી અને લઘુતમ તાપમાનમાં 0.4 ડિગ્રીનો વધારો થયો હતો. 8 કિમીની ઝડપે દરિયાઇ પવન ફૂંકાયા હતા. આગામી 22 અને 23મીએ ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની આગાહી છે.