નવસારી: નવસારીના માર્કેટયાર્ડમાં વર્તમાન સીઝનમાં પ્રથમવાર કેરીનો મોટો જથ્થો ઠલવાયો હતો, જેમાં કેસરનો મણનો ભાવ 2120 રૂપિયા સુધી બોલાયો હતો. નવસારી પંથકમાં મુખ્યપાક ગણાતા કેરીનો પાક ચાલુ સાલ આંબા ઉપર પ્રમાણમાં ઓછો ઉતર્યાંનું દેખાઈ રહ્યું છે.

Decision News ને મળેલી માહિતી અનુસાર અહીંની કેરીઓ વેચાણ માટે નવસારી એપીએમસીના મોરારજી દેસાઈ માર્કેટયાર્ડમાં હરાજી માટે આવતી રહી છે.આમ તો છેલ્લા બે ત્રણ દિવસથી માર્કેટયાર્ડમાં કેરી આવી રહી હતી પણ રવિવારે સીઝનમાં પ્રથમવાર સારો જથ્થો આવ્યો હતો.

કુલ 914 મન કેરી આવી હતી. જે ભાવ હરાજીમાં બોલાયા તેમાં કેસરનો 20 કિલોનો ભાવ 1260થી 2160 રૂપિયા સુધી હતો. આ ઉપરાંત દશેરીનો 805થી 1110 અને લંગડાનો ભાવ 925 થી 1405 રૂપિયા રહ્યો હતો.