ધરમપુર: ધરમપુરનાં બીલપુડી ડુંગરપાડાનાં 53 વર્ષીય કમલેશભાઇ અરવિંદભાઈ પાડવી ઘર પાસે આવેલા સરગવાના ઝાડ ઉપર ચડી ધારિયા વડે ઝાડની ડાળીઓ કાપતા હતા. આ વખતે અચાનક કપાયેલી એક ડાળી ઘર નજીકથી પસાર થતી ઘર વપરાશની વીજલાઇનના તાર ઉપર પડતાં ઘરથી આશરે 200 મીટરે આવેલી વીજલાઇનની ડીપીમાં ધડાકો થયો હતો.
Decision News ને મળેલી માહિતી અનુસાર અચાનક કપાયેલી ડાળી ઘર વપરાશની વીજ તાર ઉપર પડતાં વીજ તારનાં લાગેલા કરંટને લઈ તેઓ ઝાડ ઉપરથી ફેકાઇ પતરાં ઉપર પડી બેભાન થઇ ગયા હતા. જેને લઈ ઘરના સભ્યોએ નિસરણી લાવી તેમને નીચે ઉતારી જોતા તેમને તેમને જમણાં હાથમાં વીજ કરંટ લાગ્યો હોવાનું નિશાન જણાતા ધરમપુરની હોસ્પિટલમાં સારવાર માટે લવાયા હતાં.જયાં ફરજ પરના તબીબે તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા.
આ અંગે મૃતકનાં પુત્ર દિક્ષિતભાઇ કમલેશભાઇ પાડવીએ ધરમપુર પોલીસ મથકે જાહેરાત આપી છે. ધરમપુર પોલીસે આ બનાવ અંગે આકસ્મિત મોતની ફરિયાદ લઈ વીજ કંપનીને જાણ કરી હતી. ઘરમપુરના ગ્રામ્ય વિસ્તારોમાં આડેધડ વીજ પોલ અને વીજ તાર ગયા હોવાથી છાશવારે આવા અકસ્માતો થતાં રહેતા હોય છે. જોકે વીજ કંપની દ્વારા ચોમાસા પૂર્વે વીજ તાર સાથે નડેલા વૃક્ષોને દૂર કરે છે.

