ધરમપુર: ધરમપુર તાલુકાના ગામડાઓમા પરપ્રાંતીય કિરાણા દુકાનદારો દ્રારા ગેરકાયદેસર રીતે મોટાપાયે રીટલ અને હોલસેલ ખાધ્ય સામગ્રી કિરાણુ ચીજ વસ્તુઓ ઠંડુ પીણું બેફામ વેચાણ કરી રહ્યા હોવાની વાત જાગૃત યુવાઓ ઉઠાવી રહ્યા છેપણ ગ્રાહક સુરક્ષા વિભાગ ઊંઘી રહ્યું છે.

હાલમાં કાળઝાળ ગરમીમાં ઠંડક માટે ગ્રામ્ય વિસ્તારમાં લોકો ઠંડા પીણા પીએ છીએ થમસપ, માજા, સ્પ્રાઇટ, જીરા વગરે એક્સપાઇરી ડેટ વાળા કેફી પદાર્થોવાળા કૃત્રિમ ઠંડા પીણા પીવાનું લોકોમાં અત્યંત જોખમી રીતે પી રહ્યા છે. ઠંડાપીણામાં શારીરિકની સાથે સાથે ઘણી માનસિક આડઅસરો થવાને લઈને બહાર આવ્યું છે ત્યારે તબીબો યુવાધનને હવે કૃત્રિમ ઠંડા પીણાથી દૂર રહેવા સૂચના આપી રહ્યા છે.

ધરમપુરના ગામડાઓમા પરપ્રાંતીય કિરાણા દુકાનદારો મોટાભાગે દુકાનનું કોઈ પણ પ્રકારનુ લાયસન્સ, કે ગુમાસ્થધારાનું લાયસન્સ ધરાવતા નથી. તેઓ મોટાપાયે હલકી ગુણવત્તાની એકસપારીડેટની કિરાણા સામાન તથા ઠંડા પીણાં કોલ્ડ્રીક ચીજ વસ્તુઓ લોકો વેચાણ કરી લોકો આરોગી સાથે ખિલવાડ કરી રહ્યા છે.