વ્યારા: નગરમાં બે ઐતિહાસિક તળાવોનું નિર્માણ બાદ આજ દિન સુધી સુકાયા નથી. તજજ્ઞ કહે છે કે, વર્ષ 1856માં છપ્પનિયા દુકાળના સમયમાં તળાવનું નિર્માણ થયું હતું. ત્યારબાદ વર્ષ 2011માં આ તળાવમાંથી બે નાના તળાવો પણ બનાવાયા હતા. આજે 4 તળાવો વ્યારાની ઓળખ બન્યા છે. વર્ષ 2024માં સો ટકા વરસાદ પડતાં ત્રણેય તળાવો છલકાયા હતા. જેમાં કુલ 6000 લાખ લીટર પાણી સંગ્રહાયું છે.

Decision News ને મળેલી માહિતી અનુસાર આ તળાવો પાઇપલાઇનથી જોડાયેલા હોવાથી સમાન રીતે ભરાય છે. ઓવરફલો ન થાય તે માટે વધારાનું પાણી બહાર કાઢવાની વ્યવસ્થા પણ છે. જાણકારો કહે છે કે 1856થી આજદિન સુધી તળાવ ક્યારેય સંપૂર્ણ સુકાયું નથી.

જળવાટિકા તળાવની લંબાઈ 180 ડાયાગ્રામ છે. ઊંડાઈ 15 ફૂટ છે. અંદાજે 4320 લાખ લીટર પાણી ભરાયું છે. શ્રીરામ ગાર્ડનના બે તળાવોની લંબાઈ પણ 180 ડાયાગ્રામ છે. ઊંડાઈ 6 ફૂટ છે. બંને તળાવમાં મળીને 1680 લાખ લીટર પાણી ભરાયું છે. હાલ એપ્રિલ માસ ચાલી રહ્યો છે તે સમયે પણ તળાવમાં હજી 50% જેટલું પાણી યથાવત રહ્યું છે.