ભરૂચ: મનુબર ચોકડી નજીક ગોદરેજ કંપનીના કર્મચારીઓને લઈને જતી લક્ઝરી બસનો અકસ્માત સર્જાયો છે. બસ આગળ ચાલી રહેલા કન્ટેનરે અચાનક બ્રેક મારતા બસ ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. આ કારણે બસ રોડની સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી.

Decision News ને મળેલી માહિતી અનુસાર અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. અકસ્માતને કારણે વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક ડાયવર્ટ કરી માર્ગ ખુલ્લો કરાવ્યો હતો.

બસને સીધી કરવા માટે બે ક્રેન બોલાવવામાં આવી હતી. ક્રેનની મદદથી બસને માર્ગ પર પાછી લાવવામાં આવી હતી. મોટી દુર્ઘટના ટળી હતી, પરંતુ કેટલાક કર્મચારીઓને નાની-મોટી ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here