નવસારી: ગુજરાત સ્ટેટ મોનિટરીંગ સેલ (SMC) એ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ચાપલધરા ગામે થી રાજ્યમાં પ્રથમવાર ગાંજા યુક્ત જોમ્બી ઈ-સિગારેટનો કેસ પકડાયો છે. આ કાર્યવાહી દરમિયાન (SMC) એ 20 જોમ્બી ઈ- સિગારેટ અને 80 ગ્રામ હાઈબ્રિડ ગાંજો જપ્ત કર્યો છે.જપ્ત કરાયેલી ઈ- સિગારેટની કિંમત 20 લાખ રૂપિયા અને ગાંજાની કિંમત 8 લાખ રૂપિયા છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર આ કેસમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે NDPS એક્ટની કલમ 8 (c), 20(b)(11) અને 27 હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.આ જોમ્બી ઈ- સિગારેટમાં હાઈલી કોન્સટ્રેન્ડેડ ટ્રેડા હાઈડ્રો કેનાબિનોલ (THC) નામનું માનસિક અને શારીરિક અસર કરતું તત્ત્વ છે.
SMC ના સિનિયર અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આ સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે.ગુજરાત સરકારે ઈ- સિગારેટની ખરીદી, વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. નાગરિકોને નશીલા પદાર્થો અંગેની કોઈ પણ માહિતી મળે તો તુરંત પોલીસ અથવા મોનિટરીંગ સેલને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

