અંકલેશ્વર: જીઆઇડીસી અંકલેશ્વર રાજપીપળા ચોકડી થી સદાનંદ હોટલ બાજુ માં જીઆઇડીસી ને જોડતો માર્ગ છેલ્લા કેટલાક સમય ની વિવાદ માં હતો. સ્થાનિક દ્વારા નોટીફાઈડ દ્વારા રોડ બનાવવામાં માટે કાર્યવાહી કરતા અર્ધો રોડ બન્યા બાદ સ્ટે લીધો હતો. જેને ને લઇ એક તરફ નો રોડ બન્યો હતો જયારે અન્ય એક તરફ નો રોડ બાકી હતી. જેને લઇ ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી હતી. તેમજ રોડ ના બનતા ઉડતી દસ્ત લોકો માટે સમસ્યા રૂપ બની હતી.

Decision News ને મળેલી માહિતી અનુસાર આ અંગે સ્થાનિક સ્ટે લેનાર ઈસમ જોડે નોટીફાઈડ વિભાગ એ વાટાઘાટ કરી સમસ્યા નું નિરાકરણ લાવતા અંતે સ્ટે ઉઠી ગયો છે. જેને લઇ નોટીફાઈડ વિભાગ દ્વારા આ અંગે જિલ્લા વહીવટી તંત્રનું ધ્યાન દોરી રોડની કામગીરી શરુ કરવા માટે રોડ બંધ કરવા માટે લેખિત જાણ કરી હતી જે અંગે અંતે ગત રોજ જિલ્લા નિવાસી કલેકટર દ્વારા 28 દિવસ માટે રોડ બંધ કરવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરી રોડ બંધ કરવામાં આવ્યો છે. અને જીઆઇડીસી માં જવા માટે વૈકલ્પિક માર્ગ તરીકે ભરૂચ થી અંકલેશ્વર જીઆઇડીસી તરફ જવા માટે રાજપીપલા ચોકડી થી ઓવરબ્રિજ થઇ દેસાઈ પેટ્રોલ પંપ થી સલ્ફ્યુરિક ચોકડી તરફ જતા રસ્તા પર વાહન વ્યવહાર કરવા જાહેર કરાયું છે.

તો અંકલેશ્વર જીઆઇડીસી માંથી બહાર જવા માટે અંકલેશ્વર વાલિયા રોડ થઈ વાલિયા ચોકડી તરફ જતા રસ્તા પર વાહન વ્યવહાર પસાર કરવાનો રહેશે. તો સુરત થી અંકલેશ્વર જીઆઇડીસી તરફ જવા માટે અંકલેશ્વર વાલિયા ચોકડી થી અંકલેશ્વર વાલિયા રોડ થઇ જીઆઇડીસી તરફ ના જતા રસ્તા પર વાહન વ્યવહાર પસાર કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. 28 દિવસ માટે રોડ બંધ કરવાનું જાહેરનામું પ્રસિદ્ધ.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here