નવસારી: સુંઠવાડ અને એંઘલ વાંઝરી ફળિયા પાસે ઘણાં વર્ષો બાદ સર્વિસ રોડનું કામ ચાલુ થયું છે ત્યારે દુવાડા પાટીયા સર્વિસ રોડ બની ગયો છે પણ અહીં ગરનાળાનું કામ અધુરુ છે અને અહીં કોઇ આડશ કે કે રોડ બંધનું બોર્ડ માર્યું ન હોવાથી વાહનચાલકોને ગરનાળામાં ખાબકવાનો ભય સેવાઈ રહ્યો છે. એંધલ વાંઝરી ફળિયાથી દુવાડા પાટિયાના સર્વિસ રોડનું કામ ચીખલી અને નવસારી તરફની લાઇનમાં પૂરજોશમાં ચાલુ છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર ઘણાં વર્ષો બાદ આ કામ ચાલુ થતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું છે પણ એક એવી ચર્ચા જાગી છે કે સુંઠવાડ આગળ સોલાર કંપની આવેલી હોવાથી અહીં ઓવરબ્રિજ બનવાનો છે એટલે એંઘલ બાજુ અને સુંઠવાડ બાજુ સર્વિસ રોડ નું કામ ચાલુ કરાયું છે.નવસારી લાઈનમાં ધોલધરા નદી પછી આવેલ મેંગોનીઝ વિલાથી દુવાડા પાટિયા ના સર્વિસ રોડને જોડતો સર્વિસ રોડ તો બની પણ ગયો છે પણ અહી એક ગરનાળું આવ્યું છે તેનું કામ અધરું છે. આ અધૂરું કામ આગળ કોઈ આડાશ કે રોડ બંધ છે એવું બોર્ડ માર્યુ ન હોય રાત્રિના સમયે કોઈ વાહન ચાલક આ સર્વિસ રોડ ઉપરથી જાય તો સીધો ગરનાળામાં ખાબકવાનો ભય સેવાય રહ્યો છે.
ભૂતકાળમાં આવી આડાશને અભાવે એંધલ ગરનાળામાં એક કાર ખાબકી હતી અને 4 ઈસમના મોત નિપજ્યા હતા. આવા ગંભીર અકસ્માતમાંથી પણ કોઈ બોધપાઠ લીધો હોય એવું લાગતું નથી તો હાઇવેના અધિકારીઓએ આ અંગે જે તે એજન્સીને કડક સૂચના આપી જ્યાં કામ અધૂરું છોડાયું હોય ત્યાં આડાશ કે બોર્ડ મુકે તે જરૂરી છે.

