ભરૂચ: જંબુસર તાલુકામાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં આગ લાગવાના બનાવો વધી રહ્યા છે. જંબુસર તાલુકાના વેડચ ગામમાં એક મકાનમાં લાગેલી આગ પાડોશના મકાન સુધી પ્રસરી જતાં બંને મકાનો બળીને રાખ થઇ ગયાં હતાં. જંબુસર તાલુકાના વેડચ ગામમાં રહેતાપુષ્પાબેન જેઓ ઘાસચારો લેવા ખેતર ગયા હતા ત્યારે તેમના મકાન માં આગ લાગી હતી.
Decision News ને મળેલી માહિતી અનુસાર જોકે આવાતની જાણ સરપંચને થતાં તેઓ સ્થળ પર દોડી આવ્યાં હતાં.આસપાસના લોકો સાથે મળી તેમણે આગ બૂઝાવવાના પ્રયાસો આદર્યા હતાં. જંબુસર નગરપાલિકા અને ગજેરાથી પીજીપી ગ્લાસ કંપનીને જાણ કરતાં ફાઈર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી જતા આગને કાબૂમાં લીધી હતી.
પુષ્પાબેનના મકાન સાથે બીજુ મકાન આવેલ હતું તેમાં પણ આગ લાગી હતી.આ આગમાં કોઇ જાનહાનિ થઇ ન હતી પણ ઘરવખરી સામાન,સોના ચાંદી ના દાગીના તથા એક લાખ જેટલી રોકડ રકમ બળીને ખાક થઇ છે. આગ લાગવાનુ કારણ સોટ સર્કીટ થઈ હોવાનું અનુમાન છે. વેડચ પોલીસ વધુ તપાસ કરી રહી છે.

