ચીખલી: ચીખલીના અગાસી ગામે બેરોકટોક માટીખનન થતા ગામના આગેવાન દ્વારા પ્રાંત અધિકારીને લેખિત જાણ કરી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. ચીખલી તાલુકાના અગાસી ગામે રહેતા રાજેશભાઇ ગરાસિયા દ્વારા ચીખલી પ્રાંત અધિકારીને લેખિત અરજીમાં જણાવ્યા અનુસાર અગાસી ગામે ચીકાર ફળિયામા છેલ્લા બે વર્ષથી પરવાનગી વિના ગેરકાયદેસર માટી ખનનનો વેપલો ચાલી રહ્યો છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર ગામના ઇસમ જેસીબી અને ચાર જેટલા ટ્રેક્ટર દ્વારા પોતાની માલિકીની જમીન હોય એમ માટી ખોદી રહ્યા છે. આ તળાવમાંથી માટી ન કાઢવા માટે તલાટીને ટેલિફોનિક તથા રૂબરૂમાં પણ જાણ કરી હતી અને ગ્રામસભામાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો, તેમ છતાં કોઈ અસર થઈ ન હતી.
વધુમાં તળાવમાંથી માટીખનન જાહેર રજાના દિવસે દિવસ દરમિયાન તથા મોડી રાત સુધી માટીખનન ચાલી રહ્યું હોવાનું જણાવી રૂબરૂ સ્થળ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરી માટીખનન અટકાવવા માંગ કરવામાં આવી હતી.

