નાનાપોઢા: નાનાપોઢા થી કપરાડા જતા નેશનલ હાઈવે 484 પર સરકારી હોસ્પિટલની બાજુમાં ઘણા સમયથી ખાડો પડેલો છે. સ્થાનિકોએ અનેક વખત નેશનલ હાઈવે ઓથોરિટીને રજૂઆત કરેલી હોવા છતાં, કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી ન હતી. અધિકારીઓની આ લાપરવાહીના કારણે ખાડામાં રોજની દૈનિક ચાલતમાં અકસ્માત સર્જાતા રહ્યા છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર આજરોજ પણ એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં વાજવડ ગામના દંપતી બાઈક પર હોસ્પિટલ જઈ રહ્યા હતા, ત્યારે ખાડામાં પડતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. મહિલાના હાથમાં ફેક્ચર થવાને સાથે સાથે શરીર પર અન્ય ઈજાઓ પણ થઈ છે. આ ઘટનાએ ફરી એકવાર હાઈવે પરની ખરાબ હાલત સામે લાવી છે.
આ સતત અકસ્માતોથી દુખી થઈ સ્થાનિકોએ આજે સ્વેચ્છાએ આ ખાડો પુરવાનો નિર્ણય લીધો. ખાડામાં માટી અને મોરમ ભરી રસ્તો તાત્કાલિક ઉપયોગમાં લઈ શકાયો એવો બનાવ્યો. સ્થાનિક લોકોએ જાતે મળીને જે કામગીરી કરી છે તે ખરેખર પ્રશંસનીય છે.તંત્રના ઊંડાણ વિહોણા અભિગમ સામે લોકોએ મળીને જે જવાબદારી જોઈ છે, તે પ્રેરણાદાયી છે. આવાં પગલાં ભવિષ્યમાં વધુ ગંભીર દુર્ઘટનાઓ અટકાવી શકે છે.

