ચીખલી: 9 ભાષાના જાણકાર અને 32 ડિગ્રીધારક અને અમેરિકાની કોલંબીયા અને જાપાનની કોયાસાન વિશ્વવિદ્યાલયમાં જેમની પ્રતિમા સ્થાપિત છે એવા વિશ્વ વંદનીય મહાન વિભૂતિ ડો.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરજીની 135 મી જન્મજયંતિ નિમિત્તે સુરખાઈ ગામે આંબેડકર સર્કલ પર સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ ભેગા થઈને ભીમરાવ આંબેડકરજીનો જયજયકાર કર્યો હતો.
આ પ્રસંગે સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજય પ્રમુખ ડો. પ્રદીપભાઈ ગરાસિયા, નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ, સુરખાઈ સરપંચ ધીરુભાઈ પટેલ, કૂકેરી સરપંચ મેહુલભાઈ પટેલ, ચીખલી તાલુકા પંચાયત પ્રમુખ રાકેશભાઈ પટેલ, સભ્ય પંકજભાઈ પટેલ, ચીખલી તાલુકા પંચાયત ઉપપ્રમુખ કનકસિંહ પરમાર, નવસારી ભાજપા મહામંત્રી જયવર્ધન પટેલ, દોણજા સરપંચ પ્રવીણભાઈ પટેલ, રાનકુવા સરપંચ અરવિંદભાઈ હળપતિ, માજી સરપંચ રમેશભાઈ પટેલ, પત્રકાર પ્રણવસિંહ પરમાર, મહેશસિંહ પરમાર, અક્ષર પટેલ, અક્ષય પટેલ, છબીલદાસ રાઠોડ કૂકેરી, નરેશભાઈ સોલંકી, રાકેશભાઈ રાઠોડ, જયેશભાઈ રાઠોડ, નાનજીભાઈ રાઠોડ, દીપકભાઈ બારોટ, જીતુભાઈ પટેલ, રમેશભાઈ ચૌધરી, ભાવેશભાઈ પટેલ, સુરેશભાઈ પરમાર તેમજ અન્ય ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
ટૂંક સમયમાં તમામે આંબેડકર સર્કલ પર બાબાસાહેબ આંબેડકરની મૂર્તિ મુકવાની હિમાયત કરી હતી જેમાં સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આર્થિક મદદરૂપ થવાની ખાતરી આપવામાં આવી હતી. સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લાની વિંગ આદિવાસી જનજાગૃતિ સમિતિના કમલેશ પટેલ, અરવિંદ પટેલ, નવસારી માજી કોર્પોરેટર વિજય રાઠોડ તેમજ પ્રમોદ રાઠોડ રાકેશ પટેલ, કેતન ગાયકવાડ,વિજય પટેલ, ધર્મેશ પટેલ, શૈલેષ પટેલ, હિતેશ રાઠોડ, સુનિલ રાઠોડ, ઉમેશ રાઠોડ, દીપક રાઠોડ, શૈલેષ રાઠોડ, નરેશ રાઠોડ, નિકુલ પટેલ, નિખિલ પટેલ વગેરેએ ફળાઉ રોપા અને ઠંડી છાસનું વિતરણ કરેલ હતું.

