કપરાડા: આજરોજ ભારતીય સર્વસમાવેશી બંધારણના જનક ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર સાહેબની જન્મ જયંતિને લઈને કપરાડાના સુખાલા સ્થિત ભગવાન બિરસા મુંડા ચોક ખાતેથી આયોજિત ભવ્ય રેલીમાં સહભાગી થવાનો અવસર મળ્યો.

Decision news ને મળેલી માહિતી મુજબ કપરાડાના સુખાલા સ્થિત ભગવાન બિરસા મુંડા ચોક ખાતેથી આજરોજ એક નહીં પણ ત્રણ મહામાનવ લોકો એટલે કે ભારતરત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકર સાહેબ, સામાજિક ન્યાયના પ્રણેતા મહાત્મા જ્યોતિબા ફૂલે અને મહાન સમ્રાટ અશોકની જયંતીની ઉજવણી કરવામાં આવી હતી

કપરાડા તાલુકાનાં ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી જણાવે છે કે ભારતીય બંધારણના જનક ભારતરત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકર સાહેબ, સામાજિક ન્યાયના પ્રણેતા મહાત્મા જ્યોતિબા ફૂલે અને મહાન સમ્રાટ અશોકની જયંતીની ઉજવણીના ભાગરૂપે કપરાડાના સુખાલા સ્થિત ભગવાન બિરસા મુંડા ચોક ખાતેથી આયોજિત ભવ્ય રેલીમાં સહભાગી થવાનો અવસર મળ્યો જે મારુ સદભાગ્ય ગણું છું..