ધરમપુર: આજરોજ વિશ્વનું સર્વોચ્ચ બંધારણ આપનાર બધારણના ઘડવૈયા, શિલ્પકાર, ભારત રત્ન, વિશ્વ વિભૂતિ, કરોડો, શોષિતો, પીડિતો, અને મહિલાઓના તારણ હાર પ્રથમ કાનૂન મંત્રી એવા મહામાનવ ડૉ. ભીમરાવ આંબેડકરની 134 મી જન્મ જયંતીની ઊજવણી ધરમપુર ખાતે બાબા સાહેબને હાર દોરા કરી ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી.
જ્યાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના અગ્રણીઓ ભેગા થઈ કથાકાર ચંદ્રગોવિંદદાસે ભારતના બધારણના ઘડવૈયા પ્રત્યે અને ભારતના સર્વોપરી નફરત પેદા કરનારી વાણીનુ ઉંચારણ કર્યું તેના પર કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે ધરમપુર પોલીસ સ્ટેશન ખાતે ધરમપુર આદિવાસી સમાજ દ્વારા ધરમપુર P I શ્રી ભોયા સાહેબને ફરિયાદ આપવામા આવી હતી.
કલ્પેશ પટેલ ડો. બાબા સાહેબ આંબેડકર વિષે જણાવતાં કહે છે કે..
1 હિન્દૂ કોડ બિલ લખી મહિલાઓને અધિકાર આપ્યા.
2 વર્કિંગ વુમન માટે મેટરનીટી રજાની જોગવાઈ કરી.
3 કામ કરવા પર મહિલાઓને પણ પુરુષ સમાન જ વેતન મળે એ જોગવાઈ.
4 પિતાની સંપત્તિમાં પુત્રીને પણ પુત્રની સમાન જ હક આપ્યો.
5 સ્ત્રીઓને તેમની પસંદની વ્યક્તિ સાથે લગ્ન કરવાનો તથા છુટ્ટાછેડાનો અધિકાર.
6 બાળ મજૂરી પ્રતિબંધિત કરી.
7 ભારતની પ્રથમ ‘ જળ નીતિ ‘ બનાવી.
8 વેઠ પ્રથા ‘ નાબૂદ કરી, મજૂરોનું કલ્યાણ કર્યું.
9 રિઝર્વ બેન્ક બનાવવામાં, તેના ઘડતર મા યોગદાન.
10 હીરાકુંડ ડેમ, ભાખરા ડેમ, દામોદર ડેમ, વગેરે પરિયોજનાઓ એમના દ્વારા સૂચવવામાં આવેલી.
11 આઝાદી મળી એ પહેલા જ અંગ્રેજો પાસે સતત માંગણીઓ કરી કામના કલાકો – working hours – 12 માંથી 8 કરાવ્યા.
12 સેન્ટ્રલ ટેક્નિકલ પાવર બોર્ડની સ્થાપના કરી.
13 કોલસાની ખાણોનો પ્રોજેક્ટ તેમના દ્વારા જ સુચવાયો.
14 તેમણે ત્યારે જ બિહાર અને મધ્યપ્રદેશને ચેતવ્યા હતા અને આદિવાસીઓ માટે અલગ રાજ્ય બનાવવા સૂચન કરેલું. એના 45 વર્ષ પછી છત્તીસગઢ અસ્તિત્વમાં આવ્યું.
15 શિક્ષકોને સૌથી વધુ પગાર આપવા ભલામણો કરી.
16 કોલસા જેવા પરંપરાગત ઉર્જા સ્ત્રોતોને બદલે જળ વિદ્યુત અને સૌર ઊર્જા જેવા બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતોને વિકસાવવા સૂચન કરેલું.
17 પોતાના જીવનકાળ દરમિયાન સતત અભ્યાસ કર્યો, 30 થી વધુ ડિગ્રીઓ મેળવી.
18 વિદેશ જઇ અર્થશાસ્ત્રમાં પીએચ.ડી કરવાવાળા પ્રથમ ભારતીય.
19 પીવાના પાણી માટે સત્યાગ્રહ કરનાર વિશ્વના પ્રથમ અને એકમાત્ર વ્યક્તિ.
20 તિરંગામાં અશોક ચક્ર તેમના સૂચનથી જ રખાયું હતું.
21 જગપ્રસિદ્ધ કોલંબિયા યુનિવર્સિટીમાં તેમની આત્મકથા આજે પણ ટેક્સ્ટ બુક તરીકે ભણાવાય છે તથા યુનિવર્સિટીએ તેમને પોતાના બેસ્ટમાં બેસ્ટ વિદ્યાર્થી ઘોષિત કર્યા છે.
22 તેમને 9 ભાષા આવડતી તથા તેઓએ જગતના લગભગ તમામ ધર્મોનો અભ્યાસ કરેલો.
23 ભારતનું સંવિધાન લખવામાં મુખ્ય ભૂમિકા-બંધારણના પિતા.
24 જાતિવાદ વિરુદ્ધ જીવનના અંત સુધી લડયા

