મુંબઇ: ફુલે ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું તે બાદથી જ વિવાદ ચાલી રહ્યો છે. ફુલે ફિલ્મ 11મી એપ્રિલે રિલીઝ થવાની હતી પરંતુ બ્રાહ્મણ સમાજના લોકોએ નારાજગી વ્યક્ત કરતાં હવે ફિલ્મ 25મી એપ્રિલે રિલીઝ કરવામાં આવશે. CBFCએ સાત એપ્રિલે ફિલ્મમાં જરૂરી ફેરફાર કરવાના નિર્દેશ આપ્યા હતા.

Decision News એ મેળવેલ મીડિયા અહેવાલો અનુસાર CBFCએ ફિલ્મમાંથી ‘મહાર’, ‘માંગ’, ‘પેશવાઈ’, ‘મનુસ્મૃતિ જ્ઞાતિ વ્યવસ્થા’ જેવા શબ્દો હટાવવા કહ્યું હતું તથા એક વોઇસઓવર પણ હટાવવાનો આદેશ આપ્યો હતો જેમાં જાતિપ્રથાનું વર્ણન હતું. ડિરેક્ટર અનંત મહાદેવને જણાવ્યું છે કે ફિલ્મમાં તમામ જરૂરી બદલાવ કરી દેવામાં આવ્યા છે.

એવામાં ફુલે ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવી રહેલા પ્રતિક ગાંધીએ અપીલ કરી છે કે, ‘ફુલેજીની 197મી જન્મજયંતી પર ફિલ્મ રિલીઝ ન થવાનું મને દુ:ખ છે. જેમને ટ્રેલરથી વાંધો છે તેમને હું અપીલ કરું છું કે આખી ફિલ્મ જોયા પછી જ પોતાનો અભિપ્રાય બનાવો.’