નવસારી: નવસારીના અગ્રવાલ કોલેજ રોડના ડિવાઈડર ઉપર વાવેતર કરાયેલ ઘણા વૃક્ષો યોગ્ય માવજત વિના સુકાઈ ગયા યા નાશ પામ્યા છે. નવસારી શહેરમાં આવેલ અનેક માર્ગોની વચ્ચે ડિવાઈડરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેથી વાહનો શિસ્તમાં અવરજવર કરી શકે.
Decision News ને મળેલી માહિતી અનુસાર અનેક ડિવાઈડર વચ્ચેની ખુલ્લી જગ્યામાં વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવ્યું છે, જેમાં કેટલીક જગ્યાએ વૃક્ષો સારા રહ્યાં છે, કેટલીક જગ્યાએ યોગ્ય માવજત થયું નથી. શહેરમાં ગણદેવી રોડથી એસ.એસ.અગ્રવાલ કોલેજ જતા માર્ગના ડિવાઈડર વચ્ચે પણ વૃક્ષ વાવેતર કરાયા હતા.
હાલ સ્થિતિ જોતા અહીંના અનેક વૃક્ષ મોટા થવા અગાઉ નાશ પામ્યા છે તો અનેક યોગ્ય માવજત વિના સુકાઈ પણ રહ્યાં છે. અહીં ઉલ્લેખનીય છે કે આ માર્ગથી થોડે દૂર તિઘરા વાડી સામેના માર્ગના ડિવાઈડર વચ્ચેના વૃક્ષો પણ અનેક નાશ પામ્યાનું જોવાયું છે.

