ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડીયા નગરના રખા ફળિયામાં રહેતા આદિવાસી ખેડૂત શૈલેષભાઈ ભગતના દીકરા રાહુલ ભગતે દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજ ખાતેથી M.B.B.S. ની પદવી પ્રાપ્ત કરતા પરિવાર માં ખુશી માહોલ જોવા મળ્યો,ઝઘડીયા નગરના રખા ફળિયામાં રહેતા રાહુલ ભગતે પ્રાથમિક શિક્ષણ પ્રાથમિક શાળા ઝઘડિયા ખાતે કર્યું હતું અને આગળ દિવાન ધનજીશા હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો
Decision News ને મળેલી માહિતી અનુસાર જ્યારે ઝઘડિયા તાલુકાના જ મૂળ ચોકી ગામના અને હાલ રાજપારડી ખાતે રહેતા શિક્ષક લક્ષ્મણભાઈ વસાવા ની દિકરી કૃપાલી વસાવા એ પણ દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજ ખાતેથી M.B.B.S. ની પદવી પ્રાપ્ત કરતા આદિવાસી સમાજમાં બમણી ખુશી નો માહોલ જોવા મળ્યો,કૃપાલી વસાવા એ પ્રાથમિક શિક્ષણ પાણીની પ્રજ્ઞા સ્કૂલ રાજપારડી ખાતે મેળવી આગળનો અભ્યાસ કસ્તુરબા વિધાલય આણંદ કર્યો હતો. ત્યાર બાદ વધુ અભ્યાસ માટે દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજ એડમિશન મેળવ્યું આમ આદિવાસી સમાજના દિકરા-દિકરી એ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અભ્યાસ બાદ આગળના વધુ અભ્યાસ માટે દાહોદ ખાતે આવેલ ઝાયડસ મેડિકલ કોલેજમાં એડમિશન મેળવ્યા હતા.
જ્યાં બન્ને આદિવાસી દિકરા-દિકરીએ M.B.B.S. નો અભ્યાસ પૂર્ણ કરતા તેઓને ડોક્ટરની પદવી એનાયત કરવામાં આવી હતી. આદિવાસી સમાજના દીકરા-દિકરી ડોક્ટર બનતા પરિવારની સાથે સાથે સમાજ નું નામ રોશન કર્યું છે. આમ રાહુલ શૈલેષભાઈ ભગત અને કૃપાલી લક્ષ્મણભાઈ વસાવા એ M.B.B.S. ની પદવી પ્રાપ્ત કરતા આદિવાસી સમાજ સહિત સમગ્ર તાલુકામાંથી તેઓ પર અભિનંદન નો અવિરત પ્રવાહ વહી રહ્યો છે. રાહુલ ભગત અને કૃપાલી વસાવાએ M.B.B.S ની પદવી પ્રાપ્ત કરી આજની યુવા પેઢી માટે એક પ્રેરણાદાયી પુરવાર બનવા પામ્યા છે.











