પારડી: પારડી તાલુકામાં તળાવમાં ડૂબી જવાની વધુ એક યુવકના મોતની ઘટના સામે આવી છે. જેમાં 43 વર્ષીય યુવકનું મોત નિપજ્યું છે. પારડીના ઉમરસાડી ગામ દેસાઇવાડ પટેલ ફળિયામાં રહેતા સુનીલ છનીયાભાઇ હળપતિ બુધવારે સવારે ગામના ઓગણીયા તળાવમાં ન્હાવા ગયો હતો જ્યાં ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યો હતો.

Decision News ને મળેલી માહિતી અનુસાર તેને ડૂબતા જોઈને આસપાસના ગ્રામજનોએ બચાવવા કેટલાક લોકો પાણીમાં ઉતરી ગયા અને સુનીલને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સને બોલાવી હતી, પરંતુ ઘટના સ્થળે પહોંચેલી 108ની ટીમે સુનીલને તપાસી મૃત જાહેર કર્યો હતો. આ ઘટના અંગે પારડી પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ પારડી રેફરલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ કરાવી એડી નોંધી તપાસ હાથ ધરી છે.

નોંધનીય છે કે પારડી તાલુકામાં 7 એપ્રિલના રોજ રાબડીગામે કિશોર ડૂબી ગયો હતો ત્યારે 9 એપ્રિલના રોજ ફરી ઉમરસાડી ગામે ડૂબવાના બનાવ ચિંતાનો વિષય બન્યો છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here