તાપી: તાપી જિલ્લા ટ્રાફિક પોલીસના પીઆઈ સલીમ શેખે વ્યારામાં ટ્રાફિકના નિયમોનું ભાન કરાવવા અનોખો પ્રયાસ કર્યો. હાઈસ્કૂલ રોડ પર શાળાના વિદ્યાર્થીઓને સાથે રાખીને વાહન ચેકિંગ હાથ ધરાયું. ટ્રાફિક નિયમ તોડનારને બાળકો દ્વારા ફૂલ અને પેમ્પ્લેટ આપી સમજ આપવામાં આવી.
Decision News ને મળેલી માહિતી અનુસાર વ્યારા માં ટ્રાફિક પીઆઈ સલીમ શેખ અને તેમની ટીમે વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો અંગે માર્ગદર્શન આપ્યું. પછી રસ્તા પર નિયમ તોડનારને રોકી બાળકો દ્વારા ફૂલ આપી નિયમોનું મહત્વ સમજાવાયું. વ્યારા નગર માં આવેલ વિવિધ શાળા ના બાળકોને પણ ટ્રાફિક નિયમોની સમજ મળે અને મોટાઓને પણ સંદેશ મળે તે હેતુથી આ પ્રયાસ કરાયો હતો.
પીઆઈ સલીમ શેખે જણાવ્યું કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જરૂરી છે. નિયમોનું પાલન કરવાથી અકસ્માત ઘટે છે અને રસ્તા પર સલામતી વધે છે.સ્પીડ લિમિટ જાળવવી, હેલ્મેટ પહેરવો અને નિયમોનું પાલન કરવું દરેક વાહનચાલકની ફરજ છે.વ્યારા માં વિદ્યાર્થીઓ દ્વારા પણ નિયમ ના પાલન કરી વાહનો ચલાવશે.

