ભરૂચ: ભરૂચ શહેરમાં ગરમીના દિવસોમાં વાહનોમાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો નોંધાયો છે. શનિવારે રાત્રે મનુબર ચોકડી નજીક સુરતી હાંડી હોટલ પાસે એક ચાલતી કારમાં અચાનક આગ લાગી હતી. કારમાં સવાર લોકોએ સમયસૂચકતા વાપરીને તરત જ રોડની સાઇડમાં કારને ઊભી રાખી દીધી હતી.

Decision News ને મળેલી માહિતી અનુસાર પ્રાથમિક તપાસમાં કારની બેટરીમાં થયેલા સ્પાર્કથી આગ લાગી હોવાનું અનુમાન છે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો અને વાહનચાલકોમાં ગભરાટ ફેલાયો હતો. લોકોએ પોતાના વાહનો દૂર હટાવ્યા હતા. આ દરમિયાન થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ભરૂચ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી.

ફાયર ફાઈટર્સની ત્વરિત કામગીરીથી આગને વધુ ફેલાતા અટકાવી દેવાઈ હતી. થોડા સમયમાં જ આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. જોકે, કારને ભારે નુકસાન થયું છે. આગ લાગવાના કારણની તપાસ ચાલુ છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here