અંકલેશ્વર: અંકલેશ્વર પીરામણ ગામ રોડ ડાયવર્ઝન સૂચક બોર્ડ અને કામગીરી પૂર ઝડપે શરુ કરી દેવામાં આવી છે. 3 દિવસ પૂર્વે જ ગ્રામજનોની સમસ્યા અંગે અહેવાલ પ્રકાશિત કર્યા હતા હતા. વહીવટી તંત્ર ની ટકોર થી ઇજારદાર દ્વારા રોડની કામગીરી શરુ કરવા સાથે રોડ ડાયવર્ઝન અંગે સૂચક બોર્ડ મુક્યા છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર અંકલેશ્વરના પીરામણ ગામ ખાતે રોડ ની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી હતી આ વચ્ચે રોડ ડાયવર્ઝનને લઇ લોકો અટવાઈ જતા હતા તો ખાનગી સોસાયટીમાંથી વાહન લઇ નીકળતા સ્થાનિક રહીશો જોડે ઝઘડા થતા હતા. જેને લઇ રહીશો દ્વારા કામગીરી ઝડપભેર શરુ કરવા માટે તેમજ ડાઈવર્ઝન માર્ગ અને રોડની કામગીરીના સાઈન બોર્ડ લગાવવા માટે તેમજ ઘર્ષણ ટાળવા પોલીસ બંદોબસ્ત અંગે રજૂઆત કરી આવેદન સંબંધિત વિભાગ ને પાઠવ્યું હતું. જે અહેવાલ પ્રકાશિત થતા તંત્રી અહેવાલ અને સ્થાનિક રહીશો ની રજુઆત ને ધ્યાને લઇ રોડની કામગીરી ઝડપભેર શરુ કરાવી હતી.
તેમજ ડાઈવર્ઝન અને રોડ બંધ અંગે ના બેનરો લગાવ્યા હતા તેમજ વિવિધ પોઇન્ટ પર પોલીસ બંદોબસ્ત પણ મૂકી દેવામાં આવ્યો છે. પીરામણ ગ્રામજનો દ્વારા તેમની સમસ્યા ઉજાગર કરી અને તંત્ર દ્વારા રજુઆત ને ધ્યાને લઇ કામગીરી કરતા આભાર માન્યો હતો.

            
		








