નવસારી: વર્તમાન સમયમાં ગુજરાતમાં વાતવારણમાં ચેંજના કારણે નવસારી જિલ્લાના વેસ્મા, મરોલી પંથકમાં આજે વહેલી સવારથી ગાઢ ધુમ્મસે વાતાવરણ પર કબજો જમાવ્યો હતો. મળસ્કેથી શરૂ થયેલું ઘુમ્મસ મોડી સવાર સુધી યથાવત રહ્યું હતું.

Decision News ને મળેલી માહિતી અનુસાર મળસ્કેથી વહેલી સવાર સુધી 100 મીટર સુધી વાહન દેખાતા ન હતા સવારના અરસામાં પરિસ્થિતિ એટલી ગંભીર બની હતી કે 100 મીટર સુધીની દૃશ્યતા પણ શક્ય ન હતી. વાહન ચાલકોને સલામતી માટે પોતાના વાહનોની લાઈટો ચાલુ રાખવી પડી હતી. ધુમ્મસનું આવરણ એટલું ગાઢ હતું કે સૂર્ય પણ ઝાંખો દેખાતો હતો.

નવસારી જિલ્લામાં હાલ મિશ્ર હવામાન જોવા મળી રહ્યું છે. સવારે ધુમ્મસ અને ઠંડીનું વાતાવરણ રહે છે, બપોરે ગરમી અનુભવાય છે. આ બદલાતા વાતાવરણને કારણે સ્થાનિક લોકો અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.