વલસાડ: આદિવાસી સમાજ વૈચારિક અને સાંસ્કૃતિક રીતે સજાગ બને એવા ઉદ્દેશ સાથે ગતરોજ વલસાડમાં ભાવેશભાઈ પટેલના ઘરે કુકણા સમાજનું વૈચારિક રાષ્ટ્રીય કક્ષાનું મહાસંમેલનનાં આયોજન અંગેની તૈયારીનાં ભાગ રૂપે બેઠક મળી હતી.
આ બેઠકમાં નાનુભાઈ કિલુભાઇ થોરાત પ્રમુખશ્રીના વડપણ હેઠળ વલસાડ સિટી વિભાગનાં નવયુવાનોમાં કુકણા સમાજની સંસ્કૃતિ ટકાવવા અને વૈચારીક એકતા સધાય તેમજ આપણી સંસ્કૃતિ સાથે શિક્ષણમાં પણ નવયુવાનો વધુને વધુ સિધ્ધિ હાંસલ કરે તે અંગે ચર્ચા કરવામાં આવી અને આ મહાસંમેલનનો ઉદ્દેશ્ય શું છે.? તેનું મહત્વ શું છે? તે અંગે ચર્ચા કરવામાં આવી સૌ યુવાનો આ સંમેલનને સફળ બનાવવા પ્રયત્નશીલ બનશે તે માટે સૌને નાણાં ભંડોળ એકત્ર કરવા માટેની રસીદ બુક અને પ્રચાર પ્રસાર માટે પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યા અને સંસ્કૃતી બચાવવા અંગેનો જોમ અને જુસ્સાને જ્વલંત ઉદાહરણ પુરુ પાડવામાં આવ્યુ આવ્યું અને કુકણા બોલી ઘરે બોલીને એનું મહત્ત્વ સમજાવ્યું અંતમાં સૌ નવયુવાનો સંસ્કૃતીને ટકાવવા પ્રયાસ કરશે એ નેમ સાથે છૂટા પડ્યા.
આ પ્રસંગે નરેશભાઈ, નીરવ, નાનુભાઈ (ખજાનચી), રાજુભાઈ, ચિરાગભાઈ, પીનલ, શૈલેષભાઈ, પ્રકાશભાઈ કોટકર, ધર્મેશ ગાંવિત, ભાવેશભાઈ પટેલ, ભાવિનભાઈ ભોયા , જેવા નવયુવાનો હાજર રહ્યા હતા. વયોવૃદ્ધ એવા નાનુકાકા પણ ખૂબ જુસ્સા સાથે નવયુવાનોને પ્રોત્સાહન આપ્યું હતું.











