ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તલોદરા ગામના સામાજિક આગેવાન, પૂર્વ સરપંચ, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય અને પૂર્વ એકાઉન્ટન્ટ જી.પં. ભરૂચ ગણપતભાઈ ભુરાભાઈ પટેલ દ્વારા સેક્રેટરી ઓફ લો એન્ડ કમિશન ઈન્ડિયા નવી દિલ્હીને તા. 7-7-2023 ના રોજ લખેલ પત્રનો હવાલો આપતા UCC અધ્યક્ષને જણાવ્યું છે કે હું એક આદિવાસી સામાજિક આગેવાનની સાથોસાથ ગામના સરપંચ તરીકે કાર્યભાર સંભાળ્યો છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય તરીકે પણ ફરજ નિભાવી ચુક્યો છું અને વહીવટી તંત્રમાં સરકારી કર્મચારી તરીકે 31 વર્ષ ફરજ બજાવી ચૂક્યા છે.તેથી આદિવાસી તરીકે હાલમાં આદિવાસી વિસ્તારમાં આદિવાસી સમાજને લગતી બંધારણીય બાબતો તથા કાયદા કાનૂન, રીતિરિવાજો અને નીતિનિયમો અંગેની જાણકારી ધરાવે છે, એવો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સેક્રેટરી ઓફ લો એન્ડ કમિશન ઈન્ડિયા નવી દિલ્હીને તા. 7-7-2023 ના રોજ લખેલ પત્રનો હવાલો આપતા જણાવ્યું છે કે આ સમાન સીવીલ કોડનો કાયદો આદિવાસી સમાજને નુકસાન કારક હોવાથી બંધારણીય જોગવાઈઓ અને પેસા એક્ટ 1996 ની જોગવાઈઓને અનુરૂપ ન હોવાથી આદિવાસી સમાજને આ સમાન સીવીલ કોડનો કાયદો લાગુ ન કરવા આદિવાસી સમાજ વતી અને આદિવાસી તરીકે અનુરોધ કર્યો છે અને આદિવાસી સમાજની માંગણી સ્વીકારી આ સમાન સીવીલ કોડ કાયદો આદિવાસી સમાજને લાગુ ન હોવાનું તાત્કાલિક નોટીફિકેશન જાહેર કરવા માંગ કરી છે.

