ભરૂચ,નર્મદા: હાંસોટની પંડવાઈ સુગર માં શેરડીના ભાવમાં ટન દીઠ 100 રૂા.નો ઘટાડો કરાયો છે. નવી સીઝન માટે ભરૂચ અને નર્મદા જિલ્લાની સુગર ફેકટરીઓએ ભાવોની જાહેરાત કરી છે. પંડવાઈ સુગર ઓક્ટોબરથી જાન્યુઆરી 3001 રૂપિયા, ફેબ્રુઆરીમાં 3021, માર્ચમાં 3041 રૂા.ના ભાવ સાથે 26 કપાત જાહેર કરી છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર ધારીખેડા સુગર ઓક્ટોબર થી ફેબ્રુઆરી સુધી રૂ. 3415 તેમજ માર્ચ માં 3415 રૂપિયા ભાવ સાથે 40 રૂપિયા કપાત જાહેર કરી છે. ગત વર્ષ કરતા 15 રૂપિયા નો ભાવ વધારો આપ્યો છે. વટારીયા સુગરે હજુ સુધી ભાવ જાહેર કર્યા નથી. પંડવાઇ સુગરમાં 9.73 % રિકવરી સામે 9.40 % જ રિકવરી મળી રહેતા ભાવમાં ઘટાડો કરાયો હોવાનું ચેરમેન ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું. પીલાણ સીઝન 2024-25 માં ધારીખેડા સુગર 15 રૂપિયા ગત વર્ષ કરતા વધારે અપાતા ઓક્ટોબર થી જાન્યુઆરી નો 3415 રૂપિયા ભાવ જાહેર કરવામાં આવ્યો છે.
ગુજરાત રાજ્ય ખાંડ ઉદ્યોગ સંઘ ગાંધીનગર તરફથી માર્ચ મહિનો પૂરો થયા બાદ સુગર ફેક્ટરી દ્વારા શેરડીનો ભાવ આજે નક્કી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. વટારીયા સુગર ખાતે હાલ કસ્ટોડિયન કમિટી દ્વારા 2551 રૂપિયા પીલાણ સીઝન નો ભાવ ગત સિઝનમાં પાડયો હતો. જયારે હજુ પણ કસ્ટોડિયન કમિટી દ્વારા ભાવ નિયત કરવામાં ગડમથલ અનુભવી રહ્યા છે. સુગર ફેકટરીઓ દ્વારા પાડવામાં આવેલ ભાવ ને લઇ ખેડૂતો માં કચવાટ જોવા મળ્યો હતો.

