નવસારી: નવસારી જિલ્લાના અનેક વિસ્તારોમાં વન્ય પ્રાણી દીપડાનો કેહેર જોવા મળ્યો હતો. જ્યાં જોઈએ ત્યાં રોડ – રસ્તાઓ પર ખેતરોમાં, રહેણાંક વિસ્તારોમાં દીપડાઓ જોવા મળ્યા હતા અને ચીખલી, વાંસદા જેવા વિસ્તારોમાં બાળકો, વૃધ્ધો પર જીવલેણ હુમલાઓ પણ કર્યા હતા. જેથી લોકોમાં ડર વ્યાપી ગયો હતો.
Decision News ને મળેલી માહિતી અનુસાર ચીખલીના ખરોલી ગામના વિસ્તારોમાં પણ કેટલાક દિવસોથી દીપડો આંટાફેરા મારતા લોકોમાં ડર વ્યાપી ગયો હતો અને થોડા દિવસની રાત્રિએ ઘરના ઓટલા પરથી કૂતરાને ઉપાડી જવાનો વીડિઓ પણ વાયરલ થયો હતો. જેથી ખરોલી ગામના આગેવાનો દ્વારા વન વિભાગને જાણ કરતા વન વિભાગે પાંજરૂ મુકી દીપડાને પકડવાની કવાયત હાથ ધરી હતી. ત્યારે ગત રાત્રિએ ખરોલી બારોલીયા ગામે મૂકેલું પાંજરુંમાં એકી સાથે બે દીપડા પુરાયા હતા.
બે દીપડા પાંજરે પુરાવાની ઘટના ઇતિહાસમાં પ્રથમ ઘટના બની હશે.ત્યારે એકી સાથે બે દીપડા પાંજરે પુરાયા ત્યારે ખરોલી ગામ અને આજુબાજુના વિસ્તારના લોકો જોવા માટે ટોળે ટોળા ઉમટી પડયા હતા અને ડરનો માહોલ હતો, તેમાં હાશકારો અનુભવ્યો હતો પણ લોકોનું કહેવું છે કે આ બે દીપડા પાંજરે પુરાયા તે બચ્ચાં છે અને બીજા મોટા મોટા દીપડા પણ છે એવી વાતો હાલ ચાલી રહી છે ત્યારે હવે ખરોલી ગામ અને આજુબાજ ના લોકો કહી રહ્યા છે કે બીજા દીપડાઓ ક્યારે પાંજરે પૂરાશે અને રાહતનો શ્વાસ લેશું.

