દક્ષિણ ગુજરાત: અંબાલાલ પટેલની આગાહી કહે છે કે, આગામી દિવસોમાં ભારે પવનના ફુંકાશે. સમુદ્ર કિનારે પણ વરસાદ અને મેઘ ગર્જના સાથે ભારે પવન ફૂંકાશે. 28, 29 અને 30 માર્ચે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. લગભગ સામાન્ય પવન 10થી 15 કિમી ઝડપે પવન ફૂંકાશે. દરિયાઇ ભાગો વિસ્તારમાં 40 કિમી ઝડપે પવનની ગતિ રહેશે.

Decision News ને મળેલી માહિતી મુજબ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં આગાહી છે કે ખેડૂતો માટે માઠા સમાચાર બનીને આવી છે. પ્રદેશમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. કારણ કે, ખેડૂતોના ઉનાળુ વાવેતરને તેની મોટી અસર થઈ શકે છે. હવામાન વિભાગે 31 માર્ચથી 2 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે.

દક્ષિણ ગુજરાતનાં જિલ્લામાં સુરત, તાપી, નવસારી નર્મદા, ડાંગ, વલસાડમાં અને દાદરા નગર હવેલી ગાજવીજ સાથે છૂટાછવાયા હળવા વરસાદની આગાહી કરાઇ છે. સુરત,વલસાડના ભાગોમાં તાપમાન 41 ડિગ્રી રહેવાની શક્યતા છે. તેમણે કહ્યું કે, એપ્રિલ માસની શરૂઆતમાં આંધી, વંટોળ અને મોસમ પરિવર્તનમાં બદલાવ આવશે. કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડવાની શક્યતા છે.