ભરૂચ: ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડહેલી ગામ નજીક એક ઈકો કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. કારમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
Decision News ને મળેલી જાણકારી મુજબ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. સદનસીબે, કારમાં સવાર ચાલક અને અન્ય મુસાફરોએ સમયસૂચકતા વાપરીને તુરંત જ વાહન છોડી દીધું હતું. જેના કારણે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
ફાયર બ્રિગેડની ટીમના જવાનોએ સમયસર પહોંચી જઈને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. આગ બુઝાવી દેવામાં આવી હતી. કોઈ પણ યક્તિને જાનહાનિ ન થતાં સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

