વાંસદા: જી.સી.ઈ.આર.ટી. અને શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય પ્રેરિત એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ વર્ષ 2025 નું રાજ્ય કક્ષાનું ઇનોવેશન ગીર સોમનાથ જિલ્લાનાં તલાલા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેલિયા પ્રા.શાળાએ રાજ્ય કક્ષાએ દક્ષિણ ઝોનનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
Decision News ને મળેલી જાણકારી મુજબ કેલીયા શાળાનાં આચાર્યશ્રી હેમંતભાઈ એમ પટેલ એ ખૂબ જ સુંદર અને આકર્ષક રજૂઆત દ્વારા દર્શકોને પ્રભાવિત કર્યા હતા.આ ઈનોવેશનમાં નવસારી ડાયટનાં પ્રાચાર્યશ્રી ડૉ.વાય.કે. પટેલ સાહેબ તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારીનાં સિનિયર લેક્ચરરશ્રી ગોવિંદભાઈ ભોયા (ડી.આઇ.સી )અને ક્લસ્ટરનાં સી.આર.સી એ માર્ગદર્શન પૂરું પાડયું હતું.
આ ઇનોવેશનમાં ભાગ લીધેલ મુખ્ય શિક્ષકશ્રીની સિદ્ધિને બિરદાવવા માટે તથા હોંસલો બુલંદ કરવા માટે નવસારી જિલ્લાનાં શિક્ષકશ્રી જિતેન્દ્રભાઈ પટેલ શ્રી ભરતભાઈ થોરાટ શ્રી કલ્પેન્દ્રસિંહ શ્રીમતી હેમલતાબેન પટેલ તથા સી.આર.સી.કો-ઓર્ડીનેટરશ્રી ચંદ્રકાંતભાઈ બી ગાયકવાડ તેઓએ રાજ્યકક્ષાનાં ઇનોવેશન ફેરની મુલાકાત લઇ નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા બદલ અભિનંદન પાઠવ્યા તથા નવસારી જિલ્લા શિક્ષણ વિભાગ ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી હવે આગામી દિવસોમાં ગાંધીનગરથી GIEC ની ટીમ કેલિયા પ્રા.શાળાની મુલાકાત લેશે અને શાળાની સિદ્ધિને બિરદાવશે જે કેલીયા ગામ માટે સૌભાગ્યની વાત છે…

