નવસારી: નવસારીમાં વેકેશન દરમિયાન બાળકો મોબાઇલથી દુર રહે અને જ્ઞાન મેળવે તેવા આશયથી બાળકો માટે વાંચનોત્સવ રાખવામાં આવ્યો છે. આ વાંચનોત્સવનો મુખ્ય હેતુ બાળકોને મોબાઇલ, ટી.વી., વિ ડીયો ગેમ્સથી દુર રાખી પુસ્તક પ્રેમી બનાવવાનો છે. આશરે દોઢ મહિનો ચાલનારા આ વાંચનોત્સવમાં ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓને વાંચન તથા જ્ઞાન પ્રદાન કરનારી અન્ય પ્રવૃત્તિમાં સાંકળીને બાળકોનો સર્વાંગી વિકાસ કરવાનો છે.

Decision News ને મળેલી માહિતી અનુસાર નવસારીમાં સયાજી વૈભવ લાયબ્રેરી જ્ઞાનનું પર્યાય બની ગયું છે એમ કહીએ તો ખોટું નથી. નવસારીના લોકોને અવિરત જ્ઞાનનો સ્ત્રોત પુરો પાડનારી આ લાયબ્રેરી દ્વારા વેકેશનમાં બાળકો મોબાઇલ, ટી.વી. અને વિડીયો ગેમ્સથી દુર થઇ લાયબ્રેરીમાં વાંચનોત્સવ થકી પોતાના જ્ઞાનમાં વધારો કરે તેવો મુખ્ય આશય છે.

23 એપ્રિલથી 5 જુન સુધી ચાલનારા આ વાંચનોત્સવમાં 25થી પણ વધુ સંચાલકો પોતાના જ્ઞાન થકી બાળકોને માહિતીની રસધાર પુરી પાડશે. સવારે 10.00 વાગ્યાથી સાંજે 6.00 વાગ્યા સુધી આશરે દોઢ મહિનો ચાલનારા વાંચનોત્સવમાં 150 જેટલી બૌધિક રમતો પણ રમાડવામાં આવશે. આ વાંચનોત્સવમાં 6 વર્ષથી ઉપરના બાળકોને જ પ્રવેશ આપવાનું જણાવાયું છે,