નવસારી: નવસારી મહાનગરપાલિકા (NMC)ના ત્રણ કર્મચારીઓ પર 19મી માર્ચની રાત્રે ડામર ગામમાં હુમલો થયો હતો. આ ઘટનામાં એસ્ટેટ વિભાગના કર્મચારી અમીન શેખને આંખના ભાગે ગંભીર ઈજા થઈ હતી. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Decision News ને મળેલી માહિતી અનુસાર પાલિકાના કર્મચારીઓના જણાવ્યા મુજબ, તેઓ ગણદેવી પાંજરાપોળ તરફ જઈ રહ્યા હતા. રસ્તો ભૂલી જતાં તેઓ ડામર ગામ તરફ વળી ગયા હતા. આ દરમિયાન ગ્રામજનો સાથે ગેરસમજ થતાં તેમના પર હુમલો થયો હતો.બીજી તરફ, ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે તેમના ખેતરોમાં અગાઉથી જ ભૂંડનો ત્રાસ છે.

મહાનગરપાલિકા રખડતા ઢોર છોડી મૂકતા તેમની ખેતીને નુકસાન થઈ રહ્યું છે. નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરીએ જણાવ્યું કે કર્મચારીઓ પર હુમલો કરનાર લોકો સામે પોલીસ કરિયાદ નોંધાવવામાં આવશે. આ મામલે પાલિકાના વિવિધ વિભાગના કર્મચારીઓએ પણ ઉગ્ર રજૂઆત કરી છે.