વાપી: વાપી રેલવે સ્ટેશન પર બાંદ્રા-પટના ટ્રેનમાં થતી ભીડને લઈને દમણના સાંસદ ઉમેશ પટેલે લોકસભામાં મહત્વપૂર્ણ રજૂઆત કરી છે. આ ટ્રેન અઠવાડિયામાં માત્ર સોમવારે જ ચાલે છે. વલસાડ જિલ્લાની 5 GIDC અને દાદરા નગર હવેલી તથા દમણની GIDCમાં વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યા શ્રમિકો આવે છે.

Decision News ને મળેલી માહિતી મુજબ તહેવારોના સમયે આ શ્રમિકોને વતન જવા માટે પૂરતી સુવિધા નથી. હોળી પહેલા વાપી સ્ટેશને બાંદ્રા-પટના ટ્રેનમાં ઉત્તર ભારતીય સમાજના લોકોની ભારે ભીડ જોવા મળી હતી.રિઝર્વેશન કોચમાં પણ ભીડને કારણે ઘણા યાત્રીઓ ટ્રેન ચૂકી ગયા હતા. કેટલાક યાત્રીઓને ટ્રેનની ઇમરજન્સી બારીમાંથી પ્રવેશવું પડયું હતું.

રેલવે વિભાગ તરફથી યોગ્ય માર્ગદર્શન અને વ્યવસ્થાના અભાવે યાત્રીઓને મુશ્કેલીનો સામનો કરવો પડયો  હતો. કેટલાક પરિવારોના સભ્યો ટ્રેન ચૂકી જતાં તેમનો કિંમતી સામાન અન્ય સભ્યો પાસે રહી ગયો હતો. આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાંસદ ઉમેશ પટેલે ટ્રેનનો સ્ટોપેજ સમય વધારવા અને તહેવારો દરમિયાન વધારાની ટ્રેનો દોડાવવાની માંગણી કરી છે.