ડાંગ: ડાંગ જિલ્લામાં સાપુતારા-શામગહાન રોડ પર અકસ્માતોને રોકવા માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. સાપુતારા પોલીસે માલેગાવ મેઈન યુ-ટર્ન પર, જે એક બ્લેક સ્પોટ તરીકે ઓળખાય છે, ત્યાં રસ્તો પહોળો કરવાની કામગીરી હાથ ધરી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ આ વિસ્તારમાં વારંવાર થતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયા અને નાયબ પોલીસ અધિક્ષક એસ. જી. પાટીલના માર્ગદર્શન હેઠળ આ કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ સ્થળે નાના-મોટા વાહનો માટે યુ-ટર્ન લેવામાં મુશ્કેલી સર્જાતી હતી. સાંકડા રસ્તાને કારણે અનેક અકસ્માતો થતા હતા. આ સમસ્યાના નિવારણ માટે પોલીસ ટીમે વણાંકો પર માટીકામ કરીને રસ્તો પહોળો કરવાનું કામ હાથ ધર્યું છે. આ પગલાંથી વાહનચાલકોની સલામતી વધશે અને અકસ્માતોમાં ઘટાડો થશે.