નવસારી: નવસારી જિલ્લામાં 530 આરોગ્યકર્મી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. આરોગ્યકર્મીઓના પડતર પ્રરનો લઈને મેદાનમાં આવ્યા છે. પડતર પ્રશ્નોના નિરાકરણ માટે અચોક્કસ મુદતની હડતાલનું રણશીંગુ ફૂંકવામાં આવ્યું છે.

Decision News ને મળતી માહિતી મુજબ નવસારી જિલ્લામાં આરોગ્યકર્મીઓ પડતર પ્રરનો અંગે નિરાકરણ ન આવતા હડતાળ પર ઉતર્યા છે. 530 આરોગ્યકર્મી અચોક્કસ મુદ્દતની હડતાળને લઇ જિલ્લામાં આરોગ્ય સેવા પર અસર પહોંચી છે.આરોગ્યકર્મીઓના ટેકનિકલ ક્રેડરમાં સમાવેશ, ગ્રેડ પે સહિતના મુદ્દાઓને લઈ આરોગ્યકર્મી લડી લેવાના મુડમાં લાગી રહ્યા છે.

નવસારી જિલ્લાના આરોગ્ય કર્મીઓએ નિર્ધારિત કાર્યક્રમ મુજબ કલેક્ટર, ડીડીઓ, CDHOને આવેદન પાઠવીને વિરોધ નોંધાવ્યો છે. માંગણી ન સંતોષાય ત્યાં સુધી આરોગ્ય કર્મીઓ હડતાળ યથાવત રાખવા મક્કમતા દેખાઇ રહી છે.વર્ગ-3ના કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળમાં નવસારી આરોગ્ય વિભાગના 530 આરોગ્ય કર્મીઓ જોડાયા. પોતાના પડતર પ્રશ્નોને લઈને આરોગ્ય કર્મચારીઓની અનેક રજૂઆત બાદ પણ કોઈ નિરાકરણ ન આવતા છેવટે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. હડતાળ દરમિયાન કોઈપણ દર્દીને અગવડતા ન પડે તે માટે જિલ્લા આરોગ્ય વિભાગ પણ કામે લાગ્યું છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here