નવસારી: નવસારી જિલ્લાના ખડસુપા બોર્ડિંગ પાસે આવેલા સાતેમ રોડ પર ગઈકાલે રાત્રે 9:30 વાગ્યે ગંભીર અકસ્માત સર્જાયો હતો. બાઈક અને મોપેડ વચ્ચે સામસામે થયેલી ટક્કરમાં બે યુવાનોના મોત નિપજ્યા છે.
Decision news ને મળેલી માહિતી મુજબ રંગૂન નગરના 39 વર્ષીય વસીમ અયુબ રંગરેજ હથવાડામાં સ્ટોલ ધરાવે છે. તેઓ કામ પૂર્ણ કરી સાતેમ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન સામેથી આવી રહેલા 29 વર્ષીય પ્રકાશ ભાણા હળપતિની બાઈક સાથે તેમની મોપેડ અથડાઈ હતી.
અકસ્માતમાં વસીમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ગંભીર રીતે ઘાયલ થયેલા પ્રકાશને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, 12 કલાકની સારવાર બાદ તેમનું પણ મોત નિપજ્યું હતું. નવસારી ગ્રામ્ય પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

