સોનગઢ: આદિવાસી વિસ્તારોમાં આત્મહત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે આ સોનગઢમાં એક પરિવારમાં 3 દીકરીઓ અને પતિ પત્ની સાથે રહેતા અને મજૂરી કામ કરી જીવન ગુજરાન ચલાવતા દંપતી ખાવાનું બનાવવાને લઈને ઝઘડા થતાં પત્નીને માઠું લાગી આવતા મહિલા બે દીકરીઓને લઈને નહેરમાં કુદી પડી હતી.
બે દીકરીઓને લઈને ઉકાઈ નહેરમાં કુદી પડેલી મહિલા પાણીના તેજ પ્રવાહમાં ત્રણેય તણાઈ ગયા હતાં ઘટનાની જાણ થતાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ત્યારે નહેરમાંથી મૃતદેહ મળ્યા શોધખોળ કરતાં બેના મૃતદેહો મળ્યાં છે જ્યારે એકની શોધખોળ ચાલુ છે. માતાનો મૃતદેહ મળ્યા બાદ દીકરીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ત્યારે આજે ખુશાલપુરા નજીકથી ગાયત્રી પવાર નામની 7 વર્ષીય પુત્રીની લાશ મળી આવી હતી.
આજે ધૂળેટીના તહેવારના દિવસે બનેલી આ ઘટનામાં હજુય 11 વર્ષીય મોટી દીકરી નિકિતા પવાર મળી નથી. જેથી શોધખોળ યથાવત રાખવામાં આવી છે. બનાવને લઈ પોલીસે આજે પતિ ગોવિંદ પવારની ફરિયાદ લઈ કાર્યવાહી હાથ ધરી બંન્ને લાશનો કબ્જો સોંપવામાં આવ્યો છે.

