વલસાડ: 12 માર્ચ 1930 ના રોજ દાંડીકુચની શરૂઆત ગાંધીજીએ તેમના 78 સાથીદારો સાથે અમદાવાદના સાબરમતી આશ્રમેથી “પદયાત્રા” સ્વરૂપે કરી હતી. વલસાડ જીલ્લાના નવસારી (તે સમયે) કરાડી તથા મટવાડ થઈને ૬ અપ્રિલ 1930 નવસારી નજીક આવેલા દરિયાકિનારાનાં “દાંડી” ગામે પુરી કરી હતી. અહીં ગાંધીજી “કર ભર્યા વગર” મીઠું ઉપાડી બોલ્યા હતા કે, “મૈને નમક કા કાનુન તોડા હૈ”… અને જોતજોતામાં વલસાડ જીલ્લામાં રાષ્ટ્રીય ચેતનાનું મોજું ફરી વળ્યું અને તે પછી ભારતમાં બીજી ઘણીબધી જગ્યાએ પણ આ રીતે મીઠાના કાયદાનો ભંગ થવા લાગ્યો. વલસાડ જીલ્લાના કરાડી ગામેથી ગાંધીજીની ધરપકડ થતા આખો વલસાડ જીલ્લો ચેતવંતો બન્યો તથા સત્યાગ્રહનું મુખ્ય મથક દાંડી થી બદલીને વલસાડ પાસે દરિયાકિનારે ધરાસણા રાખવામાં આવ્યું આ સત્યાગ્રહ અને પદયાત્રાને ઇતિહાસમાં દાંડી કુચ કે સવિનય કાનૂન ભંગની લડત તરીકે પણ ઓળખવામાં આવે છે.

આજે વર્ષો બાદ પણ આજના દિને (12 માર્ચ) શરુ થયેલી સત્યાગ્રહની લડાઈએ “સ્વાતંત્ર-આંદોલન”માં ખુબ સક્રિય ભાગ ભજવ્યો હતો વલસાડ જીલ્લાની માલ મિલકત અને માનવોની પણ ઘણી ખુવારી વેઠી હતી, જેનાથી રાષ્ટ્રભાવના અને રાજકીય ચેતનાને બળ મળ્યું હતું આના પરિણામે “વલસાડ” માટે ગાંધીજી હૈયે હિત ધરાવતા થયા હતા અને એથી જ ગાંધીજી પોતે ત્રણ ત્રણ વખત વલસાડની મુલાકાત લઇ પોતાના પોતીકાપણાનો પરિચય આપ્યો હતો જયારે જયારે ગાંધીજી વલસાડ આવતા ત્યારે તીથલના દરિયાકિનારે અચુક જતા. એમની યાદો વિષે પોતાના સંસ્મરણો વાગોળતા વલસાડના “આચાર્ય” રમેશભાઈ દેસાઈ ભાવુક બન્યા છે, તેઓ કહે છે કે ગાંધીજીના હલનચલનમાં ગીતાના અઠાર અધ્યાય.. વલસાડ જોડે ગાંધીજીનો કેવો નાતો ? તો એક જ શબ્દમાં જવાબ મળે છે “અતૂટ”

ગાંધીજીની પહેલી મુલાકાત
રમેશભાઈ દેસાઈ જણાવે છે કે ગાંધીજી 20 અપ્રિલ 1921 માં પ્રથમ વખત વલસાડ આવેલા, ત્યારે શહેર સુધારાઈએ “માનપત્ર” આપી સન્માન કરેલું, એ દિવસે ગાંધીજીએ બબ્બે વાર જાહેરસભા સંબોધી વલસાડવાસીઓના દિલો ઉપર છવાય ગયા હતા, દિલો ઉપર અંકિત થયેલી ગંભીર અસરને પરિણામે વલસાડમાં તે વખતે “રાષ્ટ્રીય શાળા” ની સ્થાપના થઇ, જેની સ્થાપનામાં વલસાડના રામજી ટેકરાવાલા નાથુભાઈ ગુલાબભાઈ દેસાઈનો મહત્વનો ફાળો રહ્યો, મેટ્રિક સુધીનું શિક્ષણ આપતી આ શાળાના સ્થાપનાં પાછળ ગાંધીજીનો પ્રત્યક્ષ હાથ રહ્યો, જે કારણે જ વલસાડવાસીઓ ગાંધીજીને “ઋષિતુલ્ય” માનવા લાગ્યા હતા.

ગાંધીજીની બીજી મુલાકાત
1925 ની 23 મી અપ્રિલે ગાંધીજી વલસાડની બીજી મુલાકાતે આવ્યા ત્યારે તીથલના દરિયાકિનારે રામજી ટેકરાવાળા કોન્ગ્રેસના પ્રમુખ નાથુભાઈ ગુલાબભાઈ દેસાઈના બંગલે રોકાયા, મોટે ભાગે સાંજનો સમય ગાંધીજી તીથલના દરિયાકિનારે જ ગાળતા, જ્યાં તેઓ સાંજે જંગી સભાઓ પણ સંબોધતા, આચાર્ય રમેશભાઈ દેસાઈ એક રોચક પ્રસંગની વાત કરતા જણાવે છે કે એક દિવસ ચાલતા ચાલતા ગાંધીજીના પગે કાંટો વાગ્યો પાછળ ચાલતા નાથુભાઈ દેસાઈને અને કહ્યું તમારા રાજમાં આમ કાંટો વાગે એ કેમ ચાલે ? નાથુભાઈએ કહ્યું “બાપુ .. રાજ તો અંગ્રેજોનું ..” ગાંધીજી પણ આદત મુજબ હસ્યા અને કહ્યું “વલસાડમાં તો નાથુભાઈનું જ રાજ ..” બંને ફરી ખડખડાટ હસ્યા અને ફરી ચાલતા થયા.

ગાંધીજીની ત્રીજી મુલાકાત
વલસાડની કુસુમ વિદ્યાલયના સર્વેસર્વા અર્ચનાબેન દેસાઈએ ગાંધીજીની ત્રીજી મુલાકાતની વિષે કહ્યું કે 1937 માં ગાંધીજી ફરી વલસાડ હવામાનફેર કરવા (આરામ કરવા) આવ્યા હતા, ત્યારે લગભગ એક મહિનો સુધી વલસાડમાં રોકાયેલા, તે સમયે મૂળ વલસાડના મોરારજીભાઈ દેસાઈ મુંબઈ પ્રદેશના મહેસુલ અને ગૃહમંત્રી હતા, સરદારસાહેબે મોરારજીભાઈને ગાંધીજીની વ્યવસ્થા અને સારસંભાળની જવાબદારી સોપેલી, બકરીનું દૂધ પીવાનો આગ્રહ રાખતા ગાંધીજીની પૌત્ર કનુભાઈ ગાંધી જોડે લાકડીના છેડોઓ પકડીને ચાલવાની તસ્વીરો સમગ્ર ભારત જ નહિ દેશ વિદેશોમાં પણ ખ્યાતી પામી છે.

અસ્પૃશ્યતા નિવારણમાં પણ વલસાડ સહભાગી

1924 માં ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણનું પણ બીડું ઝડપેલું, તે જ અરસમાં વલસાડમાં પણ મ્યુનીસીપાલટીની ચુંટણી હતી, ગાંધીજી આંદોલનની અસરને પગલે વલસાડના મોગરાવાડીના ડાહ્યાભાઈ બ્રીજલાલ જે મૂળ “હરીજન” જેને બિનહરીફ ચુંટી લાવી વલસાડે સૌ પ્રથમ અસ્પૃશ્યતા નિવારણને ટેકો જાહેર કરેલો

“વેટરીંગ સ્ટેશન” વલસાડ

જ્યારે ગાંધીજી મુંબઈથી ફ્રન્ટીયર મેલ (ટ્રેન) મારફતે મુસાફરી કરતા ત્યારે વલસાડ સ્ટેશન “વેટરીંગ સ્ટેશન” કહેવાતું, અહી લાંબો સમય ટ્રેન ઉભી રહેતી ત્યારે ત્યારે ગાંધીજી વલસાડના કાર્યકર્તાઓ-અંદોલનકારીઓને અહી જ મળતા,એમને પ્રોત્સાહિત કરતા અને જયારે જયારે પણ આવી રીતે વલસાડવાસીઓને ગાંધીજી મળતા એમનામાં ચેતનાનો સંચાર થઇ જતો.

રામજી ટેકરાના ઘરો રીનોવેટ થઇ ગયા અને બાંકડો

રામજી ટેકરા અને તીથલ ખાતે ગાંધીજી જે જે ધરે ગાંધીજી રોકાતા એ ઘરો હાલે રીનોવેટ થઇ ગયા છે, રામજીટેકરા ઉપર હાલે ચંપકભાઈ ભરૂચા અને એમના ભાઈ કિશોરભાઈ ભરૂચા હવે એ ઘરમાં રહે છે, “ગાંધીજી રહેતા અહિયાં …” એમ બોલતા બોલતા ભરૂચા પરિવાર વલસાડના ગાંધીજીના સંસ્મરણો વાગોળવા થાકતા નથી, સ્વાતંત્ર સેનાની બરજોરજી વીકા ધનભૂરાના ઘરે ગાંધીજી આવી “બાકડા” ઉપર બેસતા એ ઘરમાં બાદ એના ભત્રીજા જાલમભાઇએ કોઈને એ બાકડા ઉપર બેસવા નહિ દેતા, “આ તો ગાંધીજી જ બાંકડો”


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here