વલસાડ: ગતરોજ વલસાડ તાલુકાના અટગામ ઘોડા ફળિયામાં એક પરિણીતાએ નોકરી કરવાની ના પાડવામાં આવતા આત્મહત્યા કરી લીધાના દિવ્ય ભાસ્કર દ્વારા સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા જે આદિવાસી દીકરીના પરિવારજનોએ ખોટા હોવાનું કહ્યું છે.

Decision News સાથે વાત કરતાં પરિવાર જનોએ જણાવ્યુ કે દિવ્ય ભાસ્કર દ્વારા સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા છે તે તદ્દન ખોટી વાત છે. નોકરી ન કરવા દેવાના કારણે અમારી દીકરીએ આપઘાત કર્યો નથી અમને તો શંકા છે કે અમારી દીકરીએ આપઘાત પણ કર્યો છે કે નહીં કેમ કે આમરી દીકરીને મારી નાખવામાં આવી છે. અમને એવું કહેવામા આવ્યું હતું કે તમારી દીકરીએ ફાસો ખાધો હતો.. જો અમારી દીકરીએ ફાસો ખાધો હોય તો એમની જાણ પોલીસને ન કરી એ લોકોએ કાયદો હાથમાં લઈ સીધા હોસ્પિટલે કેમ લઈ ગયા.. અને બીજું ભાસ્કરમાં એવું લખવામાં આવ્યું છે કે CHC હોસ્પિટલમાં લઈ ગયા હતા. પણ હકીકતમાં એવો ત્યાં પણ લઈ ગયા ના હતા.

દિવ્ય ભાસ્કરે એક પક્ષીય નિવેદન લઈ સમાચાર બનાવીને અમારી દીકરીના મૃત્યુનું સાચું કારણ પોલીસ તપાસ થાય તે પહેલા જ સંતાડવાનું કામ કર્યું છે. આ સમાચારથી અમારી લાગણી દુભાઈ છે. અમારી દીકરીના મૃત્યુની પોલીસ સત્ય રીતે કડક અને પક્ષપાત વગરની તપાસ થવી જોઈએ.. અમારી દીકરીને ન્યાય મળવો જોઈએ


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here