ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગુમાનદેવ ખાતે આવેલ વનચેતના કેન્દ્ર પર આનંદ કુમાર વન સંરક્ષક શ્રી સામજિક વનીકરણ ભરૂચની અધ્યક્ષતામાં એગ્રો ફોરેસ્ટ્રી અન્ડર આર.કે.વી.વાય. યોજના અંતર્ગત નર્સરી મેનેજમેન્ટ, મોનીટરીંગ તથા ઈવેલ્યુએશનના વિષય ઉપર ભરૂચ વર્તુળના વનકર્મીઓ માટે એકદિવસીય વર્કશોપ યોજાયો હતો.
Decision News ને મળેલી માહિતી મુજબ યોજાયેલ વર્કશોપમાં ઉર્વશી આઈ. પ્રજાપતિ નાયબ વન સંરક્ષક શ્રી સામાજિક વનીકરણ ભરૂચ, ડૉ વી.એમ. પ્રજાપતિ સિનિયર સાઈન્ટીસ એગ્રો ફોરેસ્ટ્રી નવસારી કૃષિ યુનિવર્સિટી, ડૉ. અભિષેક મહેતા સિનિયર સાઈન્ટીસ ફોરેસ્ટ પ્રોડક્ટસ યુટીલાઈઝેશન નવસારી કૃષિ યુનિવર્સિટી તેમજ ભરૂચ સર્કલના રેન્જ ફોરેસ્ટ ઓફિસર, વન રક્ષક તથા નર્સરીની કામગીરી સંભાળતા કાયમી રોજમદારો હાજર રહ્યા હતા.
યોજાયેલ વર્કશોપમાં પધારેલ ડૉ વી.એમ. પ્રજાપતિ સિનિયર સાઈન્ટીસ એગ્રો ફોરેસ્ટ્રી નવસારી કૃષિ યુનિવર્સિટી તથા ડૉ. અભિષેક મહેતા સિનિયર સાઈન્ટીસ ફોરેસ્ટ પ્રોડક્ટસ યુટીલાઈઝેશન નવસારી કૃષિ યુનિવર્સિટીનાઓ દ્વારા ભરૂચ સર્કલના ફોરેસ્ટ ક્ષેત્રિય સ્ટાફને આર.કે.વી.વાય. અને નર્સરી મેનેજમેન્ટ, એક્રેડીટેશન, ક્વોલિટી પ્લાન્ટીગ મટીરીયલ તેમજ મોનીટરીંગ અને ઈવેલ્યુએશન બાબતે પ્રેઝન્ટેશન દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને વર્કશોપમાં હાજર વનકર્મીઓને આર.કે.વી.વાય. નર્સરીની મુલાકાત કરાવી, નર્સરીમાં રોપા ઉછેર અને નર્સરી મેનેજમેન્ટ બાબતે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

