ઉકાઇ: ઉકાઇ થર્મલ પાવર સ્ટેશનમાં બુધવારે બપોરના પોણા ચાર વાગ્યાના અરસામાં અચાનક 4 યુનિટ ટ્રીપ થઇ જતાં દક્ષિણ ગુજરાતમાં બ્લેક આઉટ જેવી સ્થિતી સર્જાઇ હતી. જેની અસર સુરત, નવસારી, તાપી સહિત ભરૂચ અને નર્મદા જિલ્લામાં પણ પડી હતી. ભરૂચ-નર્મદા જિલ્લાના તમામ સબ સ્ટેશનોને શટડાઉન થઇ ગયા હતા. બપોરે 2.30 વાગ્યાની આસપાસ દક્ષિણ ગુજરાતમાં વિજળી ગુલ થઈ ગઈ હતી. જેમાં ડિજીવીસીએલના 32 લાખમાંથી 28 લાખ અને ટોરેન્ટ પાવરના 6 લાખ ભરૂચ આસપાસના છ લાખથી વધુ મીટરો મળીને 40 લાખ મીટરોમાં વીજળી ગુલ થઈ હતી. જાંબુઆ ગ્રીડની લાઈનમાં ટ્રીપ થયા બાદ ડિજીવીસીએલની જીવાદોરી સમાન 400 કેવીની 7 લાઈનો ટ્રીપ થઈ ગઈ હતી. જેના કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતના વિજ નેટવર્ક પર અસર થઈ હતી. જેના કારણે ડિજીવીસીએલના સુરત, તાપી, ભરૂચ, નવસારી અને રાજપીપળામાં વિજળી ગૂલ થઈ ગઈ હતી. વીજ સપ્લાય અટકી જવાને કારણે સુરત શહેરમાં કારખાનાઓમાં કામકાજ બંધ કરવાની ફરજ પડી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ મોટી સંખ્યામાં લોકો ડિજીવીસીએલ અને ટોરેન્ટ પાવરની ઓફિસ પહોંચીને હોબાળો કર્યો હતો. અંદાજે સાંજે 7.30 વાગ્યા સુધીમાં સ્થિતિ થઈ ગઈ હતી અને તમામ મીટરોમાં વિજ પુરવઠો શરૂ થઈ ગયો હતો. જેમાં સૌથી પહેલા અર્બન એરિયાની ડિમાન્ડ સૌથી પહેલા પૂરી કરવામાં આવી હતી ત્યાર બાદ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં વીજ સપ્લાય શરૂ કરવામાં આવ્યો હતો. વીજ ફોલ્ટને કારણે દ.ગુજરાતના 7 જિલ્લા, 45 તાલુકા, 23 શહેર અને 3461 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. 400 કેવીની 7 લાઈનો ટ્રિપ થતા ઉકાઈ પાવર સ્ટેશન બંધ, સાંજે 7.30 પછી પૂર્વવત આ વિજળીની લાઈનોમાં પાવર પુરવઠો ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનમાંથી પુરો પાડવામાં આવે છે.
પાવર ઉત્પાદન થાય ત્યાં એવી ઓટોમેટિક સિસ્ટમ ગોઠવવામાં આવી હોય છે કે, પાવરની જરૂરિયાત ઘટી જાય તો પાવર ઉત્પાદિત કરતી મોટરો બંધ થઈ જાય છે. 400 કેવીની 7 લાઈનો ટ્રિપ થઈ ગયા બાદ ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનમાં ચાલતાં પાવર સ્ટેશન બંધ થઈ ગયા હતાં. જેમાં કુલ ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનના 4 યુનિટો પણ ટ્રિપ થઈ ગયા હતાં. જેમાં કોલસામાંથી 1110 મેગાવોટ વીજળીનું ઉત્પાદન બંધ થયું હતું. ભારે જહેમત બાદ સિસ્ટમ ફરી કાર્યરત કરવામાં આવી હતી અને સાંજે 7.30 વાગ્યા પછી તમામ જગ્યાઓ પર વીજપુરવઠો ફરી પુર્વવત થયો હતો. જાંબુવા ગ્રીડ સાથે કોંસબા સહિતની 400 કેવીની સાત લાઈનો ટ્રિપ થઈ ગઈ હતી.જાંબુવા ગ્રીડમાં વીજ પાવર લાઈન ટ્રિપ થતાંની સાથે જ આસોજ કોંસબા સહિતની 400 કેવીની 7 લાઈનો ટ્રિપ થઈ ગઈ હતી. આ 400 કેવીની લાઈનો ડિજીવીસીએલના પાવર નેટવર્ક માટે જીવાદોરી સમાન છે. ડિજીવીસીએલમાં 5200 મેગાવોટની જરૂરિયાત હોય છે. 400 કેવીની 7 લાઈનોમાં ટ્રિપ થતાં 700 મેગાવોટ થઈ ગઈ હતી.
- પાવર કટના કારણે 7 ટ્રેનો મોડી પડી:
{બાન્દ્રા – દિલ્હી, સરાઇ, રોહિલા21 મિનિટ
{ગરીબ રથ26 મિનિટ
{કર્ણાવતી11 મિનિટ
{ બાંદ્રા-બિકાનેરએક કલાક (વિલંબિત)
{ પશ્ચિમ એક્સપ્રેસ23 મિનિટ
{ ઉધના દાનાપુર14 મિનિટ
{ હાવડા20 મિનિટ

