માંડવી: માંડવી તાલુકો મોટાભાગનો વિસ્તાર જંગલ થી ઘેરાયેલો હોવાને કારણે દીપડાનો આતંક અવારનવાર જોવા મળતો હોય છે ત્યારે ફરી એકવાર આવી ઘટના માંડવી તાલુકાના ખાત્રા દેવી ગામથી સામે આવી છે ત્યારે જાણકારી અનુસાર ખાતરા દેવી ગામમાં દીપડાના આતંકમાં ફરી એકવાર બે મહિલા અને એક યુવક સમેટાઈ ગયા છે.પાચૂબેન ભરજીભાઈ વસાવા, રહે. ખાત્રાદેવી, ઉ.68કે જેઓ પોતાના ખેતરમાં નિંદામણ કરી રહ્યા હતા ત્યારે અચાનક દીપડો ઝાડીમાંથી આવી હુમલો કર્યો હતો.
Decision News ને મળેલી માહિતી મુજબ જોકે આસ પાસ ખેતરમાં હાજર લોકો દ્વારા બૂમો પડતા દીપડો ત્યાંથી ભાગી છૂટ્યો હતો.વધુ માંડવીના પીચરવણ ગામ માં ખેતરોમાં ચારો કાપી રહેલ 27 વર્ષીય રાકેશ રાવજી ચૌધરી તેમજ 48 વર્ષીય વેનું જબિલાલ ચૌધરી પર દીપડાએ હુમલો કર્યો હતો સભાગ્યે ખેતરો માં સાંજના સમયે બનેલ આ ઘટના દરમ્યાન ખેતરો માં લોકો હોઈ જેમને બુમાં બૂમ કરતા દીપડો ત્યાંથી ભાગી છૂટ્યો હતો અને શિકારની શોધમાં નીકળેલ દીપડા દ્વારા એક બાદ એક આ હુમલાઓ કરવામાં આવ્યા હોવાનું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
ઘટના બાદ ગામજનો દ્વારા તાત્કાલિક તમામ ને 108 ને કોલ કરી, માંડવી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં વન અધિકારીઓ પણ આવી પહોંચ્યા હતા ખુંખાર દીપડાએ ગામમાં હુમલા કરતા દહેશત ફેલાઈ જવા પામી છે હાલ વન વિભાગ દ્વારા દીપડાને કાબુમાં લેવાની રણનીતિ હાથ ધરવામાં આવી છે પરંતુ આવા અવારનવાર બનાવો બનવા છતાં પણ હજી સુધી વન વિભાગો દિપડાઓના આતંકને મેળવી શક્યું નથી.

