ચીખલી: ચીખલી તાલુકાના વંકાલ ગામના મધ્યા ફળિયામાં આંગણવાડીનું જર્જરિત મકાન તોડી નંખાયા બાદ નવું ન બનાવાતા છેલ્લા આઠેક વર્ષથી ભુલકાઓને અલગ અલગ ઘરના ઓટલા પર બેસાડી અભ્યાસ કરાવાની નોબત આવી છે. વંકાલ ગામના મધ્યા ફળિયા સ્થિત આંગણવાડીમાં હાલ 13 બાળકો અભ્યાસ કરી રહ્યા છે.આ મધ્યા ફળિયાની આંગણવાડીનું મકાન જર્જરિત થતા અંદાજે 8 વર્ષ પૂર્વે તોડી નાંખવામાં આવ્યું હતું.

Decision news ને મળેલી માહિતી અનુસાર મકાન તોડી નંખાયું ત્યારથી ભુલકાઓને ચલક ચલાણીની રમતની જેમ આ ઘેર પેલે ઘેર એમ અલગ. અલગ ઘરના ઓટલા પર બેસાડી કેળવણી અપાઇ રહી છે. ખુલ્લા ઓટલા પર ચોમાસામાં વરસાદી ઝાપટાની અસર અને શિયાળા ઉનાળામાં ઠંડી ગરમી પણ વેઠવી પડતી હોય છે. આંગણવાડીના નવા મકાન માટે સ્થાનિકો દ્વારા અવાર નવાર રજૂઆત કરવા છતાં સ્થાનિક તંત્રએ આજદિન સુધી આંગણવાડીના નવા મકાનનું નિર્માણ કર્યું નથી. જેને લઈ સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.રજૂઆત છતાં નવુ મકાન બનાવાયું નથી અમારા મધ્યા ફળિયાની આંગણવાડીનું મકાન તોડી નંખાયા બાદ અવારનવાર રજૂઆત કરવા છતાં નવું બનાવાયું નથી.

જેને પગલે છેલ્લા આઠેક વર્ષથી બાળકોને અલગ અલગ ઘરના ઓટલા પર બેસાડવાની ફરજ પડી છે. નવું મકાન બનાવાય તે જરૂરી છે. સત્વરે નવા મકાનના નિર્માણની રજૂઆત કરી છે મધ્યા ફળિયાની આંગણવાડીના મકાન માટે ટીડીઓ, સીડીપીઓને જમીનના કે ગ્રાન્ટના જે કોઈ પ્રશ્ન હોય તેનું ઝડપથી નિરાકરણ લાવી સત્વરે નવા મકાનના નિર્માણ માટે રજૂઆત કરી છે. નવી જમીન મેળવવાની તજવીજ હાથ ધરી વંકાલ ગામના મધ્યા ફળિયામાં આંગણવાડીનું મકાન તોડી નંખાયા બાદ મનરેગા યોજનમાંથી નવું મકાન મંજુર કરાયું હતું. આ જૂની જગ્યાએ લાગુ જમીન માલિકોએ વાંધો લેતા કામ થઈ શક્યું નથી. જેથી બીજી જમીન મેળવવાની તજવીજ હાથ ધરી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here