કપરાડા: ગતરોજ કપરાડા ખાતે બપોરે આસલોના ગામમાં રહેતા વિષ્ણુ રાજુભાઈ ભાવર કપરાડાથી કામ પતાવી ઘરે જઈ રહ્યા હતા ત્યારે મૂળ ગામ ફળિયા નજીક એકલવ્ય મોડેલ સ્કૂલ પાસે DN-09-V-9918 નબરની અકસ્માતની ઘટના બની હતી.

ઘટનાને જોનારાનું Decision News ને કહેવું હતું કે ટ્રક ચાલકે પૂર ઝડપે ટ્રક હંકારી લાવી આગળ ચાલી રહેલા બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક ચાલક ફેંકાઈ ગયો અને બાઇક ટ્રકના આગળના ભાગે ફસાઈ ગયા બાદ પણ ટ્રક ચાલકે 30 ફૂટ સુધી ઘસડી હતી. ટ્રક ચાલક અકસ્માત સર્જી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો અકસ્માતમાં નીચે પટકાયેલા વિષ્ણુભાઈને માથાના તેમજ પગના ભાગે ગંભીર ઈજાઓ થતાં 108ની મદદથી કપરાડા ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતા.

આ અકસ્માતમાં ટ્રક નીચે ઘસડવાવામાં આવતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા વિષ્ણુભાઈને સ્થાનિક જશવંત ગાયકવાડના જણાવ્યા અનુસાર વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલમાં કપરાડા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ અગ્રસર કરી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here