ભરુચ: જંબુસરમાં દિવ્યાંગ યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યુ હોવાની વાત સામે આવી છે ગામના જ બે નરાધમોએ દિવ્યાંગ યુવતીને હવસનો શિકાર બનાવી છે રાત્રીના અંધારાનો લાભ લઈ નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતું. આરોપીઓ દુષ્કર્મ આચરીને ફરાર થઈ ગયા છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
Decision News ને મળેલી જાણકારી મુજબ જંબુસરમાં સમાજને કલકિત કરતી દુષ્કર્મ ઘટના બની છે. દિવ્યાંગ યુવતી ઘરમાં સુઈ ગઈ હતી તે દરમિયાન અચાનક બે શખ્સો ઘરમાં આવે છે અને યુવતીના હાથ પકડીને બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરે છે, પહેલા એક નરાધમે અને પછી બીજા નરાધમે દુષ્કર્મ આચર્યુ હતુ યુવતીએ બુમાબુમ કરતા ઘરનો પરિવાર જાગી ગયો અને આરોપીઓ ફરાર થઈ ગયા હતા અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથધરી હતી. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચકક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને યુવતીના નિવેદન પ્રમાણે ફરિયાદ નોંધી હતી પોલીસે યુવતીના રિપોર્ટ કરાવી તેને સારવાર હેઠળ ખસેડી છે.
પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને આરોપીઓ સુધી પહોંચવાની કવાયત હાથધરી છે, ત્યારે આ સમગ્ર કેસમાં આરોપીઓ કયારે ઝડપાય છે તે જોવાનું રહ્યું, અંધારાનો લાભ લઈને આરોપીઓએ આ દુષ્કર્મ આચર્યુ છે, ત્યારે આવા નરાધમોને કડકમાં કડક સજા થવી જોઈએ.

