ગુજરાત: રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસના આજે બીજો દિવસ છે. ત્યારે રાહુલ ગાંધી કોન્ફરન્સમાં ગુજરાતની જનતાને મોટા આશ્વાસન આપ્યા છે 5% વોટ વધારવાની માંગ કરી છે. તો બીજી તરફ, પોતા શકુનીઓને હાંકી કાઢવાની વાત કરી છે. રાહુલ ગાંધીએ ! કોંગ્રેસના કેટલાક નેતા ભાજપ સાથે મળેલા છે. જરૂર પડશે 40 લોકોને કાઢી મુકીશ. રાહુલ
ગાંધીએ કહ્યું કે, મારી અને કોંગ્રેસ પાર્ટીની શું જવાબદારી છે. 30 વર્ષ થઈ ગયા, અહી અમે સરકારમાં નથી. જ્યારે પણ હું આવુ છું ત્યારે ચર્ચા 2017, 2022, 2027 ચૂંટણી માટે થાય છે, પણ સવાલ ચૂંટણીનો નથી. જ્યાં સુધી આપણી જવાબદારી પૂર્ણ નહીં કરે ત્યાં સુધી ગુજરાતના જનતા ચૂંટણી આપણે નહી જીતી શકાશે. આપણે ગુજરાત જનતા પાસે સત્તા માંગવાની જરૂર નથી. જ્યારે આપણે જવાબદારી સ્વીકારું છે એટલે જનતા તમને મદદ કરશે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, ગુજરાત કાંગ્રેસના નેતાઓમાં બે પ્રકારના નેતા છે. એક નેતા જનતા સાથે ઊભા છે, જનતા માટે લડે છે, જનતાની ઈજ્જત કરે છે, જેના દિલમાં કોંગ્રેસ છે. બીજા નેતા એ છે કે જે જનતાની ઈજજ્જત નથી કરતા, તેમને મળતા નથી તેમનાથી દુર છે. તેમાથી કેટલાક ભાજપ સાથે મળેલા છે. જ્યાં સુધી આપણે એમને ક્લીયરલી અલગ નહીં કરીએ, ત્યાં સુધી ગુજરાતની જનતા આપણા પર વિશ્વાસ નહીં કરે. ગુજરાતની જનતા વેપારી પ્રજા વિપક્ષ ઇચ્છે છે. બી ટીમ નહી. મારી જવાબદારી છે કે આ લોકોને જુદા કરવા. ગુજરાત કોંગ્રેસે પાસે બ્લોક જિલ્લા કે પ્રદેશ સ્તરે નેતાઓની ઉણપ નથી. ગુજરાતની જનતા જોઇ રહી છે કે કૉંગ્રેસ રેસના ઘોડાને લગ્નમાં મોકલી દીધા. આવા લોકોને અલગ તારવવાની મારી જવાબદારી છે ત્યારે લોકો કોંગ્રેસ પર વિશ્વાસ કરશે. જરૂર પડે તો 30-40 લોકોને કાઢી દઈશું.
રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, જો આવું થશે તો તોફાનની માફક ગુજરાતની જનતા કૉંગ્રેસ સાથે જોડાશે આપણે દરવાજા ખોલવા પડશે. આ પ્રોજેક્ટ ચુંટણી માટે કે એક બે વર્ષ માટેનો નહિ, પરંતું પચાસ વર્ષ માટેનો છે. ગુજરાતે કોંગ્રેસને વિચારધાર આપી છે, તેના પર ચાલવાનું છે. ગુજરાતના નાના વેપારી, હીરા ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ, સીરામીક ઉદ્યોગ થાકી ગયા છે. તેઓ નવા વિઝનની અપેક્ષા રાખી રહ્યા છે. 30 વર્ષથી તેઓ થાકી ગયા છે. હું એ કહેવા આવ્યો છું કે જનતા સાથે જોડાવવુ પડશે. અમારા નેતાઓએ મારી જાતને પણ કહું છું કે ગુજરાતના લોકોના ઘર સુધી જવું પડશે. આપણે તેમની પાસે જઈ તેમને સાંભળવા પડશે.

