ઝઘડિયા: ઓવર લોડ વાહનોને બેફામ રીતે ડ્રાઈંવીગ કરનાર વાહન ચાલકોને ઝઘડિયા પોલીસ દ્વારા ચેતવણી આપવામાં આવી.તા. 6-3-2025 ના રોજ તાલુકા સેવાસદન ઝઘડિયા નજીકથી પસાર થતા સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર રાજપારડી તરફથી એક ટ્રક ચાલક રોયલ્ટી પાસ વગરની ગેરકાયદેસર રેતી ભરીને આવી રહ્યાતે દરમિયાન ફલાઈગ સ્ક્વોડની ચેકીંગ માલૂમ પડતાં ટ્રકને બેદરકારી પૂર્વક રિવર્સમાં લઇ જતા ટ્રક ખાડામાં ખાબકતા હોવાનો વિડિયો વાઇરલ થયો હતો.https://www.instagram.com/p/DG22YwTOsFN/ 

Decision News ને મળેલી માહિતી અનુસાર દુર્ઘટનામાં ટ્રક ચાલકની બેદરકારીના કારણે મોટી જાનહાનિ થતાં થતાં રહી ગઈ હતી.જે બાબતને ઝઘડિયા પોલીસ દ્વારા ગંભીરતાથી લઈ દુર્ઘટના સ્થળ પર જઈને ખાત્રી કરતા માલૂમ પડયું હતું કે ટ્રક નં GJ 13 AT 9191 ના ચાલકે ઈરાદાપૂર્વક પોતાના કબ્જાની ટ્રકને રિવર્સ કરી પોતે જાણતો હતો.

અચાનક ટ્રકની રિવર્સ કરવાથી પાછળ કોઈ રાહદારી, મોટરસાયકલ ચાલક કે અન્ય વાહન આવી જાય અને તેની સાથે અકસ્માત થાય તો તેમનું મૃત્યુ નીપજી શકે તેમ હોય તેમ છતાં પણ ટ્રક નં GJ 13 AT 9191 ના ચાલકે ટ્રક અચાનક રિવર્સ કરી મૃત્યુ નીપજી શકે તેવા સંજોગો ઉભા કરેલ, જેથી ટ્રક નં GJ 13 AT 9191 ના ચાલક વિરુદ્ધ ગુનાહિત મનુષ્ય વધની કોશિષનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી ઝઘડિયા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવે છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here